છેલ્લા ઘણા સમયથી ટીપી અને એમટી ગાંધી હાઈસ્કૂલ થી કુકાવાવ જકાતનાકા સુધીના રોડની હાલત અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, લોકોની સમસ્યાને ધ્યાનમાં લઈને અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષ ભંડેરીએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવામાં આવતા તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરી આ રોડનુ કામ શરૂ કરીને લોકોને પડતી સમસ્યાઓનો અંત આવ્યો છે જે બદલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષ ભંડેરી વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે
તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીની મહેનત રંગ લાવી આખરે ટીપી અને એમટી ગાંધી હાઈસ્કૂલથી કુકાવાવજકાત નાકા સુધીના રોડનું કામ શરૂ

Recent Comments