સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના વડિયા ગામે સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. આ કાર્યક્રમ તળે વડિયામાં સ્મશાન ઘર, જાહેર રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. મીની ટ્રેકટરની મદદથી કર્મયોગીઓ દ્વારા કચરો હટાવી અને ઘન કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત તા.૬ નવેમ્બર થી તા.૧૧ નવેમ્બર,૨૦૨૩ સુધી શહેરના તમામ ફ્લાય ઓવર, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેન્ડમાં સફાઈ ઝુંબેશ યોજાશે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ગાંડા બાવળનું પ્રુનીંગ તેમજ ચારકોલ-કોલ બનાવવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.
નિર્મળ ગુજરાતના સંકલ્પને જનસમર્થન મળ્યું છે. આવો, આપણે સૌ સ્વચ્છતાનો સંકલ્પ કરીએ, સ્વચ્છતાને જીવનશૈલીનું અભિન્ન અંગ બનાવીએ. જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તા.૧૬ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ગામે ગામ સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું છે. આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકો ઉત્સાહભેર આ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાગ્રહી બની રહ્યા છે.
જય ૦૦૦
Recent Comments