રાષ્ટ્રીય

તુર્કી-સીરિયા કાટમાળ નીચે બાળકીના જન્મ થતા લોકોએ માન્યો ઈશ્વરનો સંકેત, બાળકીને આપ્યું ખાસ નામ

તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપે હજારો લોકોની જિંદગી છીનવી લીધી છે. લાખો ઘર તબાહ થઈ ગયા છે. હજારોની સંખ્યામાં હજૂ પણ લોકો કાટમાળ નીચે જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે. તેમને બચાવવા માટે રાત દિવસ દુનિયાભરની ટીમો મહેનત કરી રહી છે. પણ કહેવાય છે ને કે, જાકો રાખે સાઈયાં માર સકે ન કોઈ, આ વિનાશકારી વિપતિની વચ્ચે એક બાળકીએ જન્મ લીધો છે. કાટમાળની વચ્ચે તેનો જન્મ થયો છે. જાે કે, તેની માતાને બચાવી શકાયું નથી. હવે આ બાળકીને ભગવાનનો સંકેત માનવામાં આવે છે. તેના માટે તેનું નામ પણ અનોખુ રાખવામાં આવ્યુ છે.

સરકાર તેને કેટલીય ગિફ્ટ પણ આપી રહી છે. આ સમાચાર સીરિયાથી આવ્યા છે. અહીં કાટમાળની નીચે ફસાયેલી એક ગર્ભવતી મહિલાએ નવજાત બાળકીને જન્મ આપ્યો છે. દ ગાર્જિયનના રિપોર્ટ અનુસાર, જિંદેરેસ શહેરમાં આવેલા ભૂકંપના કારણે ૩૪ વર્ષિય ખલીલ અલ શમીનો આખો પરિવાર તબાહ થઈ ગયો. તેના ભાઈનું ઘર પણ ખતમ થઈ ગયું. આખી ઈમારત ધૂળનો ઢગલો થઈ ગયો. તે પોતાના ભાઈ અને અન્ય પરિવારના લોકોને કાટમાળની નીચે શોધી રહી હતી. આ દરમિયાન તેણે ભાભીના ગર્ભનાળ સાથે એક નવજાત બાળકીને જાેડાયેલી જાેઈ, તુરંત તેણે ગર્ભનાળ કાપી નાખી.

બાળકી રડવા લાગી. તેને બહાર કાઢી. કાટમાળ હટાવ્યો, તો ખબર પડી કે તેની માતા મરી ચુકી હતી. આ કહાની સાંભળીને લોકોની આંખમાં આંસૂ છલકાઈ ગયા. લગભગ ૩૦ કલાક બાદ બાળકીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી. માતા-પિતા અને તેના ચાર સગા ભાઈનું ભૂકંપમાં મોત થઈ ચુક્યું છે. બાળકીના કાકા સલાહ અલ બદ્રન તેને હોસ્પિટલમાં લઈ ગયા. વાત કરતા કરતા પોક મુકીને રડવા લાગ્યા. સીરિયાના લોકો આ બાળકીને ભગવાનનું વરદાન માની રહ્યા છે. તેમણે તેનું નામ અયા રાખ્યું છે. તેનો અર્થ થાય છે ઈશ્વરનો સંકેત. પહેલા કહેવાતું હતું કે, બાળકની કરોડરજ્જૂમાં ઈજા થઈ છે.

કદાચ તેને બચાવી શકાય નહીં. પણ હવે ડોક્ટર્સનું કહેવું છે કે, તે એકદમ ઠીક છે. ડોક્ટ્રસનું કહેવું છે કે, હોસ્પિટલની બહાર તમામ લોકો તેને જાેવા માટે આવી રહ્યા છે. લોકો ભગવાન પાસે તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ બાજૂ સરકારી બાળકીને એક ઘર અને કેટલીય ગિફ્ટ આપવાની વાત કરી છે. તેના ભણતર અને ઉછેર પાછળનો ખર્ચ સરકાર ઉઠાવશે. ભૂકંપના કેટલાય દર્દનાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયા સીરિયાના જિંદરિસનો છએ. તેમાં એક પિતા પોતાના મૃત બાળકને પકડીને રડતા દેખાઈ રહ્યા છે. પિતા પોતાના બાળકને ધાબળામાં લપેટીને પકડીને ર઼ડી રહ્યા છે. તેમના આંસૂ રોકાવાનું નામ નથી લેતા. તેઓ બાળકને સતત ચૂમી રહ્યા છે.

Related Posts