fbpx
ભાવનગર

તુલસી વિવાહ, દેવળિયા

તળાજા તાલુકાના દેવળીયા ગામ ખાતે આવેલા શ્રી ગુરુદત્તાત્રેય આશ્રમ ખાતે તુલસી વિવાહનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 23 ને ગુરૂવારના રાત્રિના લાલજી મહારાજ અને તુલસી વૃંદાદેવીના ધામધૂમથી લગ્ન યોજવા માટે સૌ ઉત્સાહભેર થનગની રહ્યા છે. ધર્મમય વાતાવરણ વચ્ચે અહીંના થાણાપતિ લહેરગિરી બાપુના સંકલન સાથે સૌ સ્વયંસેવકો તેમજ ગામજનો કાર્યક્રમમાં જોડાયા છે. આ નિમિત્તે ગામ ધુમાડા બંધ સાથે સૌ સમૂહમાં પ્રસાદ લેશે. ઠાકર મહારાજ ની જાન પાલીતાણા થી આવનાર છે. આ ધાર્મિક કાર્યક્રમમાં તુલસી વૃંદાને પરણાવવા માટે ગોરણીયો-દીકરીઓને લઈને પધારવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts