પોતાના મત વિસ્તાર સાવરકુંડલા તાલુકામાં તા. ૧૭/૦૫/૨૦૨૧ નાં રોજ આવેલ તૌક્તે વાવાઝોડા દરમ્યાન ખેતીવાડી વીજ ને ઘણું નુકશાન થવા પામેલ છે તેમના છેલ્લા ૫ માસ થવા છતાં તંત્ર દ્વારા કોઈ વીજ પુરવઠો કાર્યરત કરી શકેલ નથી ખેડૂતો અવાર નવાર કચેરીના ધક્કા ખાતા પણ ટીસી કે વીજ લાઈન પુનઃ કાર્યરત કરવામાં આવેલ નથી ઉપરાંત માં તંત્ર દ્વારા ખેડૂતો ની સવેદના સમજ્યા વગર મનસ્વીપણે ખેડૂતોને ખેતીવાડી વીજ મસમોટા બીલો ફટકારવામાં આવેલ છે જેથી કોઈ વીજળી કે સબ સ્ટેશન કાર્યરત નથી ખેડૂતોએ તેમનો પાવર કે પુરવઠો મેળવેલ નથી તેવા સંજોગોમાં ખેડૂતો હેરાન પરેશાન થઇ રહેલ છે. તેની સામે ઉર્જા મંત્રી શ્રી ગુજરાત રાજ્યને પત્ર પાઠવીને ધારદાર રજૂઆત સાથે કહેવામાં આવ્યું છે કે વાવાઝોડા થી જયા સુધી મારા મત વિસ્તાર માં યોગ્ય ખેતીવાડી વીજ કાર્યરત નાં થાય ત્યાં સુધી ખેડૂતોના વીજળી બીલ માફ કરવામાં આવે.
તૌક્તે “ વાવાઝોડા માં ખેતીવાડી વીજ પુરવઠો કાર્યરત કર્યાવગર ખેડૂતોને આપેલ મસમોટા બીલ માફ કરવા ખેડૂતોની સવેદના સમજીને ઉર્જા મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ને પત્ર પાઠવતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત

Recent Comments