fbpx
રાષ્ટ્રીય

દરરોજ રસોઈમાં વપરાતા મીઠા લીમડાના મીઠા ગુણ, તેના પાનના આયુર્વેદિક ફાયદાઓ વિશે જાણો

મીઠો લીમડો કે કડી ના પાન બંને એક જ વસ્તુના બે નામ છે. તેને મીઠો લીમડો કહેવા પાછળનું કારણ છે તેના લીમડા જેવા પાન અને આ છોડ ભારતના બધા જ પ્રાંતોમાં મળી આવે છે માત્ર એના નામ જુદા જુદા હોય છે આ એક છોડ એવો હોય કે નાનકડા કુંડામાં પણ ઉગાડી શકો છો.      

આનો મોટો ઉપયોગ કોઈપણ રસોઈમાં સુગંધ ઉમેરવા માટે થાય છે પરંતુ માત્ર સુગંધ નથી આપતો જો આયુર્વેદ મુજબ વિચારીએ તો આ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી સાબિત થાય છે. તાજા મીઠા લીમડાના પાન ની સુગંધથી સદાય તાજી હોય છે. મીઠો લીમડો ઉપયોગમાં લેવાય તેવો આગ્રહ રાખવો જોઈએ તો સુગંધ વધારે આવે છે. પરંતુ સાથે સાથે તે આપણા શરીરને પણ અનેક પ્રકારના ફાયદાકારક કરે છે      

 શરીરની અંદર થતી અનેક પ્રકારની  બીમારીઓને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. એની અંદર આર્યન કેલ્શિયમ અને ફોસ્ફરસ અનેક પ્રકારના વિટામિન હોય છે. મીઠા લીંબડી માં b2 અને b6સી અને b9 વિટામીન્સ હોય છે.   

 વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. પાંદડા ની ખાસિયત એ છે કે તે તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટરોલ અને ચરબીને દૂર કરવામાં મદદ કરે છ. સ્થૂળતા ઓછી કરવા તેમજ લિપિડ ઓછું કરી શકે એવા ગુણ હોય છે. જે તમારું વજન ઓછો કરવા માટેના કુદરતી ઘટક તરીકે કામ કરે છે. તેમાં જો તેની સાથે સાથે નિયમિત કસરત કરવામાં આવે તો તે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇક્લીસરાઇડના સ્થળને ઘટાડવામાં મદદ કરે છે જે શરીરના વજનને ઓછું કરવામાં ફાયદો કરે છે. સફેદ વાળ માટે ઉપયોગી છે. તણાવ નશીલા પદાર્થોનું સેવન અનુવંશિક કારણોથી આજે સમય પહેલા મોટાભાગના લોકોના વાળ સફેદ થઈ જતાં હોય છે તેના માટે મીઠા લીમડાનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરવાથી આ સમસ્યા દૂર થાય છે તેમાં વિટામિન બી હોય છે જે વાળના મૂળને મજબૂત બનાવવાની સાથે વાળને પોષણ આપે છે.

Follow Me:

Related Posts