રાષ્ટ્રીય

દાદરાનગર હવેલીની દુકાનમાં તિરંગાથી ચિકનની સફાઈ થતી હોવાનો વીડિયો વાયરલ

દક્ષિણ ગુજરાતમાં આવેલ દાદરા નગર હવેલીમાં તિરંગાનું ઘોર અપમાન કરાતો વીડિયો વાયુવેગે ફેલાયો હતો. આ જાેઈને દરેક ભારતીયનું લોહી ઉકળી ગયું હતુ. કારણ કે, એક ચિકન શોપમાં તિરંગાથી ચિકનની સફાઈ થતી હતી. વીડિયો વાયરલ થતા પોલીસ અને પાલિકાનું તંત્ર દોડતું થયું હતું. જેથી તાત્કાલિક અસરથી આરોપીની અટકાયત કરીને તેની ચિકન શોપને સીલ મારવામા આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, દાદરા નગર હવેલીમાં તિરંગાનું અપમાન થતો વીડિયો વાયરલ થયો હતો. દાદરા નગર હવેલીના એક ચિકન શોપમાં એક યુવક ભારતીય ધ્વજથી ચીકનની સફાઈ કરી રહ્યો હતો. કોઈએ આ ઘટનાનો વીડિયો લીધો હતો અને વાયરલ કર્યો હતો. ત્યારે વીડિયો વાયરલ થતા લોકો રોષે ભરાયા હતા. તાત્કાલિક આવુ કરનાર સામે પગલા લેવા માંગ ઉઠી હતી. ત્યારે પાલિકા અને સ્થાનિક પોલીસ દ્વારા વાયરલ થયેલા વીડિયોમાં બતાવાયેલી ચીકન શોધી કઢાઈ હતી. જેમાં અપના ચીકન શોપનો આ વીડિયો હોવાનું ખૂલ્યુ હતું. જેથી તાત્કાલિક અસરથી પગલા લઈને અપના ચિકન શોપને સીલ કરાઈ હતી. તેમજ એક આરોપીની અટકાયત કરવામા આવી છે. ગંદકી અને દબાણ કર્યું હોવાના મામલે પાલિકાએ ચિકન શોપને સીલ કરી હતી. પરંતું, ચિકન શોપમાં તિરંગાથી સફાઈ થતી હોવાનો વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ ફેલાયો છે.

Related Posts