દાદરા નગર હવેલી પોલીસે ૩ ઈસ્મોને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી પોલીસના સ્પેશ્યલ ઈન્ચાર્જ પી.એસ.આઈ. સોનુ દુબેને ખાનગી રાહે બાતમી મળી હતી કે, શાહનવાઝ નામનો વ્યક્તિ ડેન હોટલ પાસે પાવડર જેવું પ્રતિબંધિત વસ્તુ વેચવા આવી રહ્યો છે. જે પ્રમાણેની બાતમી મળતાં પી.એસ.આઈ. સોનુ દુબેએ એસ.ડી.પી.ઓ. સિધ્ધાર્થ જૈનના દિશા નિર્દેશ હેઠળ પોલીસ ટીમને સાથે લઈ ડેન હોટલ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીદારે આપેલી માહિતી અનુસાર શાહનવાઝ નામનો શખ્સ ત્યાં મળી આવ્યો હતો. જ્યાં પોલીસે તેની તપાસ કરતાં તેની પાસેથી રૂપિયા ૩૩,૨૦૦ની કિંમતનું ૩.૩૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આરોપી શાહનવાઝ આરીફ શેખને ૭ જુલાઈના રોજ પકડી સેલવાસ પોલીસ મથકે લાવી એન.ડી.પી.એસ ની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આ મામલે સઘન પુછપરછ કરતાં તેને આ ડ્રગ્સ વાપીના સાહીલ અને સફીક નામના વ્યક્તિએ આપ્યું હોવાનું જણાવ્યું હતું. જેને લઈ પોલીસે આજરોજ વાપીના પેપીલોન હોટલ પાછળ આવેલા વૈશાલી એપાર્ટમેન્ટમાં રહેતા ૨૮ વર્ષિય શાહીલ જાવેદ માલવિયા તેમજ આજ વિસ્તારમાં આવેલા સુમેરૂ કોમ્પલેક્ષ પાસે રહેતો ૨૯ વર્ષિય સફીક અબ્દુલ્લા અંસારીની ધરપકડ કરી હતી. જે બાદ કોર્ટમાં રજુ કરતાં કોર્ટે પકડાયેલા આરોપીઓના ૧૨ જૂલાઈ સુધી રીમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની પોલીસની ટીમે બાતમીના આધારે સેલવાસની હોટલ પાસેથી ૩.૩૨ ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પ્રાથમિક પૂછપરછ કરતા ડ્રગ્સનો જથ્થો મંગાવનાર વાપીના ૨ યુવકોના નામ સામે આવતા સેલવાસ પોલીસે તેના ઘરેથી બન્ને યુવકોને દબોચી લીધા હતા. સેલવાસ પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજુ કરી ૧૨ જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યાં છે.
Recent Comments