દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર, અમરેલી ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં પૂજ્ય દાદા ભગવાનના ૧૧૬માં જન્મ જયંતી મહોત્સવનો પ્રારંભ
દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર, અમરેલી ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં પૂજ્ય દાદા ભગવાનના ૧૧૬માં જન્મ જયંતી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં આગામી તા. ૨૮ નવેમ્બર,૨૦૨૩ સુધી વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો યોજાશે. ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી લીલીયા રોડ સ્થિત ત્રિમંદિર ખાતે પૂજ્ય સીમંધર સ્વામીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિર દર્શન બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘વિક્રમ વૈતાલ’ અને ‘સાયરન’ મલ્ટી મીડિયા થીમ પાર્કની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મલ્ટી મીડિયા થીમ પાર્કમાં આધ્યાત્મિક શોર્ટ ફિલ્મ નિહાળી થીમ પાર્કની સફરનો આનંદ માણ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી-લાલાવદર-લીલીયા સુધીના નવા ફોર લેન રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું હતું. દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર, અમરેલી ખાતે મુખ્યમંત્રીશ્રી સાથે મંદિર દર્શન કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લાના ધારાસભ્ય સર્વ શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનકભાઈ તળાવીયા, શ્રી હિરાભાઈ સોલંકી, શ્રી જે.વી.કાકડીયા, ઉપરાંત અમરેલી ત્રિ મંદિરના સંચાલકશ્રીઓ, અગ્રણીશ્રીઓ સહિતના જોડાયા હતા.
Recent Comments