લાઠી તાલુકા ના ઠાંસા ગામે તાલુકા પંચાયત પ્રમુખ ના ઘેર યજ્ઞ આજરોજ લાઠી તાલુકાના ઠાંસા ગામ ખાતે ભારત દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘ આયુષ્ય માટે તેમજ દેશને વધારેમાં વધારે વિકાસશીલ દેશ બનાવે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી આ તકે લાઠી તાલુકા પંચાયત પ્રમુખ સુનિતાબેન પ્રવિણભાઇ પરમાર ના નિવાસસ્થાને યજ્ઞ કરવામાં આવ્યો. આ પ્રસંગે ભાજપ અગ્રણી જનકભાઈ પી તળાવીયા લાઠી તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી નરેશભાઇ ડાયાભાઇ ડોંડા ગામનાં આગેવાનશ્રી હીરાભાઈ નવાપરા તેમજ આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
દામનગરના ઠાંસા તાલુકા પંચાયતના પ્રમુખ સુનિતાબેન પરમારના નિવાસ સ્થાને યોજાયેલ યજ્ઞમાં અગ્રણી ઓની હાજરી

Recent Comments