અમરેલી

દામનગર તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત જે એમ અજમેરા માતૃશ્રી મંજુલાબેન શાંતિલાલ મોટાણી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ની મુલાકાતે ધારાસભ્ય ઠુંમર

દામનગર શહેર ની શેક્ષણિક સંસ્થા તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત જે એમ અજમેરા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ માતૃશ્રી મંજુલાબેન શાંતિલાલ મોટાણી હાયર સેકંડરી સ્કૂલ ની મુલાકાતે લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરે મુલાકાત લીધી સ્કૂલ ની સ્વચ્છતા વ્યવસ્થા ડીસીપ્લીન થી ખૂબ પ્રભાવિત થતા ધારાસભ્ય ઠુંમરે તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત જે એમ અજમેરા સ્કૂલ ની શેક્ષણિક પ્રવૃત્તિ નિહાળી દરેક વર્ગ ખંડ લેબ કોમ્પ્યુટર વિભાગ સહિત ની મુલાકાત લીધી સ્કૂલ ના પ્રિન્સિપાલ શિક્ષકો ની શિક્ષણ પ્રત્યે ની રસ રુચિ થી સમગ્ર સ્ટાફ ને શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતા દામનગર કલ્યાણ મંડળ ના સ્થાપક કેળવણી પિતામહ સ્વર્ગીય ભોગીભાઈ જગજીવનભાઈ બગડીયા ને યાદ કરી તેમની દુરંદેશી ની સરાહના કરી હતી ધારાસભ્ય ઠુંમર ને જે એમ અજમેરા સ્કૂલ માં સત્કારવા સુરેશભાઈ અજમેરા દેવેન્દ્ર (મુનાભાઈ જુઠાણી) જતીનભાઈ ગાંધી વીરેન્દ્ર પારેખ જયેશભાઇ શાહ લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઈસામલિયા જીતુભાઇ નારોલા સચિનભાઈ બોખા સ્કૂલ સ્ટાફ  વિદ્યાર્થી વિગેરે એ ધારાસભ્ય નું શેક્ષણિક સંસ્થા માં ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું 

Follow Me:

Related Posts