દામનગર દશાશ્રી સ્થાનક વાસી જેન ઉપશ્રેય ખાતે ગુરુભગવંતોની પાવન નિશ્રામાં ઉગ્ર તપસ્વીના પારણા
દામનગર શહેર માં દશાશ્રી સ્થાનક વાસી જેન ઉપશ્રેય ખાતે ગુરુભગવંતો ની પાવન નિશ્રા માં ઉગ્ર તપસ્વી ના પારણા દામનગર ના આંગણે ૩૩ વર્ષ બાદ બોટાદ સંપ્રદાય શાસન પ્રભાવક પ.પૂ.જયેશ્ચંદ્રજી મુનિ મહારાજ સાહેબ તેમજ ઉત્સાહી પ. પૂ. ડો સુપાર્શ્વચંદ્રજી મુનિ મહારાજ સાહેબ આદિ ઠાણા ૨ ના ચાતુર્માસ અવસરે ગુરુદેવ ના પ્રવેશ થી આજ દિન સુધી દામનગર શ્રી સંઘ ના આંગણે પર્યુષણ જેવો માહોલ અવિરત પણે ચાલુ છે.એમાં પણ સોના મા સુંગંધ ભળે એમ ગોકળીયુ ગામ દામનગર મા જૈનો ના માત્ર ૩૦ જ ઘરો મા ૧૨ માસ ક્ષમણ .૦૩ / સોળભથું સાથે ૦૨/૧૧ ઉપવાસ અને ૦૮/ અઠ્ઠાઈ આજે સારાય ભારત ભર મા ગોકુળીયુ ગામ દામનગર ની ઠેર ઠેર પ્રંશસા ના પુષ્પો થી વધાવી રહ્યા છે.
ત્યારે ગુરુભગવંતો અને વિરલ તપસ્વી આત્મા ઓને દામનગર શ્રી સંઘ હૃદય થી લાખ લાખ ધન્યવાદ પાઠવે છે ૩૧/ ઉપવાસ ના વિરલ આત્મા અં.સૌ શોભનાબેન અદાણી અં.સૌ. વર્ષાબેન જુઠાણી અં.સૌ ભાવનાબેન અજમેરા અં.સૌ પ્રજ્ઞાબેન અજમેરા અં.સૌ અલ્પાબેન કાપડી અં.સૌ રશ્મીબેન ગાંધી ( પિંકીબેન) અં.સૌ વિશ્વાબેન ગાંધી ચી.ભાવિકાબેન દોશી ( ટમીબેન )શ્રી શરદકુમાર વોરા ચી.ધ્રુવકુમાર પારેખ ચી.શુભમકુમાર ભાવસાર ૧૬/ ઉપવાસ ના વિરલ આત્મા શ્રી.દિપકભાઈ અદાણી ચી. જયકુમાર જુઠાણી ચી.હર્ષિલકુમાર ૧૧/ ઉપવાસ ના વિરલ આત્મા શ્રી અભિજીતભાઈ જોબાલીયા અં.સૌ. દર્શનાબેન ત્રિવેદી ૮/ અઠ્ઠાઈ તપ ના વિરલ આત્મા અં.સૌ મધુબેન જુઠાણી અં.સૌ જલ્પાબેન પારેખ અં.સૌ રાધીબેન અં.સૌ.તેજલબેન ગાંધી ( ધોળા )ચી. કોમલબેન મોટાણી શ્રી ઉપેન્દ્રભાઈ જુઠાણી ( કનાભાઈ )ચી.પાર્થકુમાર અદાણી શ્રી સુધીરભાઈ ચી. મન પિયુષભાઈ શાહ ફરી ફરી તમામ તપસ્વી વિરલ આત્મા ને શ્રી સંઘ લાખ લાખ ધન્યવાદ પાઠવે છે વિરલ તપસ્વી ના તપોબળ થી પાવન દામનગર ભૂમિ નું તપોબળ વધારતા વિરલ તપસ્વી ઓની શુક્રવારે શોભાયાત્રા યોજાશે
Recent Comments