દામનગર લે આલે નગરપાલિકા એ પાંત્રીસ હજાર નું ગટર ઢાંકણ બનાવ્યું તોય ગટર બ્લોક થઈ નગરપાલિકા ની અણઆવડત રોજ દીવસ ઉગે અને નવી સમસ્યા ઉભી થાય સરદાર ચોક માં પૃષ્ટિયમાર્ગીય હવેલી ના દરવાજા સામે ઉભરાતી ગટર અને સરદાર ચોક મેલડી માતા ના મંદિર પાસે પીવા ના મીઠા પાણી નો લીકેજ વાલ્વ છે.
ત્યાં ખૂબ મોંઘું ૩૫ હજાર નું જાળી વાળું ગટર ઢાંકણ ઉભરાતી ગટર ને અટકાવવા મૂક્યું પણ નીચે ગટર જ ગાયબ થઈ ગઈ લાગે છે પાલિકા તંત્ર એ ૩૫ હજાર નું ગટર ઢાંકણ બનાવ્યું તોય ઉભરાતી ગટર સમસ્યા ઉકેલાય નથી આ ગટર નું ઢાંકણ ઘણા દિવસ થી બહાર કાઢવા માં આવ્યું છે હવે આ પાલિકા નો વિકાસ ફિટ ક્યારે થશે ? શહેર ના હાર્દ સમાં ધમધમતા સરદાર ચોક માં બહાર કાઢેલ ખૂબ કિંમતી વિકાસ અંદર નાખો
Recent Comments