દામનગર નગરપાલિકા ની શહેરીજનો માટે વેરા માટે પ્રોત્સાહિત વળતર યોજના “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત પ્રોત્સાહક વળતર યોજના દામનગર શહેરના તમામ મિલ્કત ધારકો જણાવ્યું કે આગામી સમયમાં ઘરવેરા માટે રાજય સરકારશ્રી દ્વારા આઝદીકા “અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” દાખલ કરવા માટે નિર્ણય થઇ આવેલ છે આયોજનાનો લાભ મેળવવા માટે મિલ્કત ધારકે ૩૧/૦૩/૨૦૨૨ સુધીનું તમામ વેરાચૂકતે કરવાનો રહેશે .એટલે કે વર્ષ ૨૦૨૧/૨૨ સુધીના આગામી વર્ષ ૨૦૨૨/૨૩ માટે એટલે કે તા.૩૧/૦૫/૨૦૨૨ સુધીમા એડવાન્સ વેરો ચૂકતે કરનારને ૧૦ % વળતર મળવા પાત્રછે તેમજ મોબાઈલ એપ કેસિટીઝન પોર્ટલ પરથી ઓનલાઈન ચુકવણી પર વધુ ૫ %વળતર મળવાપાત્ર છે. www.enagar.gujarat.gov.in પર જવું. આગામી વર્ષના માંગણા બિલો બજવણી થયા વિના પણ આ વેરો ચૂકતે કરી શકાય છે (જૂની પાવતી અથવા જુના માંગણા બિલ આધારે) તેમ પાલિકા પ્રમુખ ચાંદનીબેન નારોલા ચીફ ઓફિસર આર એમ રાજ્યગુરુ ની યાદી માં જણાવ્યું હતું
દામનગર નગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મિલ્કત વેરા માં ૧૦ % પ્રોત્સાહિત વળતર યોજના

Recent Comments