અમરેલી

દામનગર ના રાભડા ગામે શેરી શિક્ષણ ની મુલાકાતે કેળવણી વીંદો પધાર્યા

દામનગર ના રાભડા  કોરોના મહામારીના પરિણામે છેલ્લા બે વર્ષ થી વિધાર્થીઓનું શિક્ષણકાર્ય બગડી રહ્યું છે.જેનું પરિણામ આવતા ઘણા વર્ષો સુધી દુરોગામી અસરો ઉભી કરશે.શ્રી રાભડા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બાળકો નું શિક્ષણ ન બગડે તેવા ઉમદા હેતુ થી શેરી શિક્ષણ કરાવીને વિદ્યાર્થીને શિક્ષણ થી જોડેલ રાખવા સન્નીષ્ઠ પ્રયાસ કરવામાં આવે છે.શેરી શિક્ષણ ની મુલાકાત કરતા તાલુકાના         

બી આર સી  સલીમભાઈ લોહિયા અને સી આર સી શૈલેષભાઇ વિસાણી ખૂબ ખુશ થયા અને આવા શ્રેષ્ઠ પ્રયાસો માટે રાભડા પ્રાથમિક શાળા ના શિક્ષકોને ખૂબ અભિનંદન આપ્યા..

Related Posts