દામનગર ના શ્રી દહીંથરા સેવા સહકારી મંડળી લી. ની ૬૩ મી વાર્ષિક સાધારણ સભા આજ રોજ તા. ૨૪/૦૮/૨૩ ને ગુરુવારે સાંજે ના ૫-૦૦ કલાકે મંડળી ના પ્રમુખ શ્રી નટુભાઈ શંભુભાઈ સુતરીયા ની અધ્યક્ષ સ્થાને મળી જેમાં મંત્રી શ્રી મહેશભાઈ શાંતિભાઈ પંડ્યા એ મંડળી ના હિસાબો રજુ કરેલ . મંડળી નો ૩૧/૦૩/૨૩ આખર નો ચોખ્ખો નફો ₹.૭૭૫૦૦૦.૦૦ થયેલ.સભાસદો ને ૧૫ % ડિવિડન્ડ જાહેર કરેલ સતત બાર વર્ષ કરતા વઘારે સમય થી અવિરત પંદર ટકા મંડળી ડિવિડન્ડ આપીને ઉતરોતર પ્રગતિ કરેલ છે. ચાલુ વર્ષે ધિરાણ લેતા સભાસદો ને સભાસદ ભેટ (વસ્તુ ના રૂપમાં) આપવાનું નક્કી કરવામાં આવેવ છે. એજન્ડા મુજબ ની કાર્યવાહિ મંત્રી શ્રી મહેશભાઈ પંડયાએ હાથ ધરેલ હતી.
દામનગર ના શ્રી દહીંથરા સેવા સહકારી મંડળી લી. ની ૬૩ મી વાર્ષિક સાધારણ સભા યોજાય

Recent Comments