દામનગર મનિષાબેન વિનંતીરાય તન્ના નો ૮૦ મો જન્મદિન માનવ મંદિરે મનોદિવ્યાંગ સાથે હર્ષઉલ્લાસથી ઉજવતા પુત્રરત્નો
દામનગર અગ્રણી વેપારી સ્વ વિનંતીરાય ગિરધરભાઈ તન્ના પરિવાર ના પુત્રરત્ન સંજયભાઈ તન્ના અને તુષારભાઈ તન્ના એ માતૃશ્રી મનિષાબેન વિનંતીરાય તન્ના નો ૮૦ મો જન્મદિન ની સાવરકુંડલા ખાતે માનવ મંદિર ના આશ્રિત મનોદિવ્યાંગ સાથે હર્ષઉલ્લાસ થી ઉજવ્યો પુત્રરત્નો એ સહ પરિવાર સાથે આજે માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતા શાંતિ ના દૂત માનવ મંદિર ના મહંત પૂજ્ય ભક્તિરામબાપુ ની નિશ્રા માં કુદરત સહજ જીવન માં પુનઃ સ્થાપિત થવા પ્રયાસ કરતી ૬૦ જેટલી અતિ ગંભીર મનોદિવ્યાંગ બહેનો સાથે ભોજન પ્રસાદ કરાવી પ્રેરણાત્મક રીતે જન્મદિન ઉજવ્યો હતો .
સમગ્ર તન્ના પરિવારે આ મનોદિવ્યાંગ બહેનો સાથે આત્મીય ભાવે ઉત્સાહ ભેર નાચ ગાન કરી ખુશ ખુશાલ કરી પારિવારિક સદસ્ય જેવી ભાવના થી ઉજવ્યો હતો અને માનવ મંદિર ને કાયમી તિથિ ભોજન ચેક અર્પણ કરી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો ૬૦ જેટલી મનોદિવ્યાંગ બહેનો માટે ભાવના ભોજન તૈયાર કરાવી માનવ મંદિરે માતૃશ્રી મનીષાબેન નો જન્મદિન ઉજવી સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક ઉદરણ પૂરું પાડ્યું હતું
Recent Comments