અમરેલી

દામનગર લક્ષ્ય એકેડમી દ્વારા પ્રકૃતિ રક્ષા કાર્યક્રમ યોજાયો

દામનગર લક્ષ્ય એકેડમી દ્વારા પ્રકૃતિ રક્ષા કાર્યક્રમ યોજાયો લક્ષ્ય એકેડમી દામનગર સંદીપભાઈ વાળા તેમજ સંજયભાઈ તન્ના દ્વારા લક્ષ્ય એકેડમી કલાસીસ ના ધોરણ ૯ માં અભ્યાસ કરતા બાળકોમાં વિદ્યા સંસ્કાર અને પરોપકારની ભાવના જાગૃત થાય,બાળકો પ્રકૃતિપ્રેમી અને પર્યાવરણપ્રેમી બને તે હેતુથી લક્ષ્ય એકેડમીના સંચાલક શ્રી સંદીપભાઈ વાળાએ આવું આયોજન કર્યું અને  સંજય ભાઈ તન્નાએ તેમના સ્વ.પિતાશ્રી ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમના દ્વારા ધોરણ ૯ ના બાળકોને પક્ષીઓને રહેવા ,ખાવા અને પીવા માટે પાણી મળી રહે તે માટે માળો,ચણપાત્ર અને પાણી માટે કુંડું અર્પણ કરીને પર્યાવરણ માટે એક ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું.આ કાર્યમાં સંસ્થાના બાળકો અને તેમના વાલીઓએ પણ સહકાર આપીને આવા ઉમદા અને પ્રેરણાદાયી  કાર્યને બિરદાવ્યું હતું.આ કાર્યક્રમમાં હાવતડ શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઇ જોટંગિયા તથા  પ્રવિણાબેન વિસાણી,મહેશભાઈ  ચૌહાણ,બ્રિજેશભાઈ સુથાર હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન લક્ષ્ય સંસ્થાના શિક્ષક શ્રી બગડાભાઈ એ કર્યું હતું.

Related Posts