
દામનગર લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી ના દર્શન બાદ સ્થાનિક સ્વરાજ્ય ની અમરેલી જિલ્લા પંચાયત અને લાઠી તાલુકા પંચાયત ના ઉમેદવાર ની ચૂંટણી સભા માં રોનક પ્રસરાવી હતી દામનગર ના પ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી ના શરણે દર્શને પધારેલ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરે સ્થાનિક સ્વરાજ્ય ની અમરેલી જિલ્લા પંચાયત અને લાઠી તાલુકા પંચાયત ના ઉમેદવાર ની ચૂંટણી સભા માં રોનક પ્રસરાવી હતી ભુરખિયા દાદા ના દર્શન બાદ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી સભા માં લોકોમાં ઉત્સાહ.વધારતી માર્મિક ટકોર સાથે અનોખી રીતે ચૂંટણી સભા માં મતદારો ને હળવાફૂલ મૂડ માં લાવી દીધા હતા ભુરખિયા ગામે માયાભાઈ ની ચૂંટણી સભા માં અકડેઠઠ મેદની જોવા મળી હતી અમરેલી જીલ્લા તેમજ લાઠી તાલુકા પંચાયત ભાજપ ના ઉમેદવાર કંચનબેન જીતુભાઈ ડેર તથા ચિરાગભાઈ એ. પરમાર ના ચુંટણી પ્રચાર માં લોકલાડીલા હાસ્યકલાકાર માયાભાઈ આહીર ની હાજરી થી તમામ ગામના કાર્યકર્તાઓ અને ગ્રામજનો માં ખુશી લહેર જોવા મળી હતી. માયાભાઈ આહીરે પોતાની આગવી શૈલીમાં હાસ્યસભર વાતોથી મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને હળવાફુલ કરી બંને ઉમેદવારની જીત માટે કટીબધ્ધ થવા લોકોને હાકલ કરી. આ સાથે ભુરખીયા દાદાના ચરણોમાં નમન કરી આશીર્વાદ લઈ કાર્યક્રમ પુરો કરવામાં આવ્યો હતો.
Recent Comments