fbpx
અમરેલી

દામનગર શહેર માં આયંબિલ આરાધક પ.પૂ. હેમવલ્લભસુરી મ.સા. નું ૧૪મી એપ્રિલે આગમન. ભવ્ય દેરાસર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ

“જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી”  જન્મ ભૂમિ સ્વર્ગ થી પણ મહાન છે વ્યક્તિ ગમે એટલો વિકસે વિસ્તરે પણ તે વતન ને ક્યારેય વિસરી શકે નહીં દામનગર શહેર માં પૂર્વ નગરપતિ સ્વ હસુભાઈ અજમેરા સદેહ ભલે આપણી વચ્ચે દૈહિક રૂપે નથી પણ વિચારો રૂપે જન માનસ માં જીવંત અગ્રણી સ્મૃતિ ઓમાં સદાકાળ જીવંત છે સદગત ના કર્મો જ તેમને અમર બનાવી દેતા હોય છે સ્વ હસુભાઈ અજમેરા પરિવારે માદરે વતન દામનગર માં ભવ્ય દેરાસર નિર્માણ કરાવ્યું વતન ના રતન અજમેરા પરિવાર હાલ મુંબઈ સ્થિત છે પણ દામનગર વતન પ્રત્યે અપાર લાગણી આજે તેમની હયાતી બાદ પણ તેમના પુત્રી રત્નો અને પુત્ર રત્નો એ દ્વારા ૧૪ મી એપ્રિલ ગુરુભગવંતો નું આગમન આયંબિલ આરાધક પ.પૂ. હેમવલ્લભસુરી મ.સા. ના અનન્ય આશીર્વાદ તા ૧૪/૦૪/૨૪ તારીખ ૧૫/૦૪/૨૪ બે દિવસ દેરાસર નિર્માણ ની ભવ્ય તૈયારી ચાલી રહી છે

મુંબઈ થી દામનગર ના વતની મુકેશભાઈ અજમેરા,ભુપતભાઈ અજમેરા આદી મહાનુભાવો ની ઉપસ્થિતિ માં વતનપ્રેમી પૂર્વ નગરપતિ સ્વ હસુભાઈ અજમેરા ના પુત્રી રત્ન બીનાબેન ના નેતૃત્વ માં ભવ્ય તીર્થસ્થાન દેરાસર નિર્માણ મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અનેકો ગુરુભગવંતો ની પાવન નિશ્રા માં યોજાશે પૂર્વ નગરપતિ સ્વ હસુભાઈ અજમેરા પરિવાર ના પુત્રરત્ન એવમ પુત્રી રત્નો વિરલભાઈ હસમુખરાય અજમેરા કુમારભાઈ મહિપતભાઈ અજમેરા.પિનાક મહિપતભાઇ અજમેરા બીનાબેન હસમુખરાય અજમેરા સ્વ.મુકેશભાઈ હસમુખરાય અજમેરાસ્વ.નીરૂબેન અજમેરા અ.સૌ.ચારૂબેન અજમેરાઅ.સૌ. બેલાબેન અજમેરા પરિવાર ની ઉપસ્થિતિ માં ભવ્ય દેરાસર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે તેમ સ્થાનિક અગ્રણી સુરેશભાઈ અજમેરા દિલીપભાઈ અજમેરા નિખિપભાઈ અજમેરા ની યાદી માં જણાવ્યું હતું

Follow Me:

Related Posts