દામનગર સૂર્યમુખી ધૂન મંડળ અને સરદાર ધૂન મંડળ ના યુવાનો ની સરાહનીય માનવ સેવા દૂરસદુર સુધી માનવ સેવા ની સુવાસ ફેલાવતા ધૂન મંડળ ના યુવાનો કડકડતી ઠંડી માં જૂનાગઢ ના મેંદરડા તાલુકા માં આવેલ મનોદિવ્યાંગ સંસ્થા શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ ના આશ્રિત સંપૂર્ણ મનોદિવ્યાંગ બાળકો ને અલ્પહાર ના ઉપહાર સાથે ધાબળા ગોદડા પહોંચાડી માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરાય ધારી તુલસીશ્યામ રોડ ઉપર આવેલ ખોખરા મહાદેવ મંદિર પરિસર માં મંદ બુદ્ધિ આશ્રમ ના આશ્રિત ૪૨ મનોદિવ્યાંગ અને શ્રી એજ્યુકેશન ટ્રસ્ટ એમ બંને આશ્રમ માં આશ્રિત મનોદિવ્યાંગો માટે ઉપહાર સેવા કરાય હતી દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં ધૂન મંડળ ના યુવાનો સારા નરહા પ્રસંગો માં ધૂન કરી ફંડ મેળવી જીવદયા પરમાર્થ ના કાર્યો માં દૂરસદુર જ્યાં જેવી જરૂર મદદ માટે પહોંચી જાય છે તા૨૯/૧/૨૨ ના રોજ દામનગર થી ધૂન મંડળ ના યુવાનો પોતા ના વાહનો માં મદદ લઇ જૂનાગઢ ના મેંદરડા તેમજ ધારી તાલુકા ના ખોખરા મહાદેવ પહોંચી હતી
દામનગર સૂર્યમુખી ધૂન અને સરદાર ધૂન મંડળ ની સેવા દૂરસદુર સુધી વિસ્તરી મેંદરડા અને ધારી તાલુકા ના મનોદિવ્યાંગ આશ્રમ ના આશ્રિત માટે ઉપહાર ગોદડા ધાબળા ને અલ્પહાર ની સેવા

Recent Comments