ઝ્રમ્ૈંએ દારૂ કૌભાંડ મામલે અરવિંદ કેજરીવાલને ૧૬ એપ્રિલે પૂછપરછ માટે બોલાયા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન પાઠવ્યું છે. ૧૬ એપ્રિલના રોજ સવારે ૧૧ વાગે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. સીબીઆઈએ આ સમન એવા સમયે મોકલ્યું છે કે જ્યારે આ મામલે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા જેલમાં બંધ છે. આ ઉપરાંત તપાસ એજન્સીઓએ અનેક ધરપકડો પણ કરી છે. આમ આદમી પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું છે કે સીબીઆઈની પૂછપરછમાં અરવિંદ કેજરીવાલ સામેલ થશે. આ ઉપરાંત પાર્ટીએ આરોપ પણ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જાે મળ્યા બાદ દબાણ બનાવવા માંગે છે. સંજય સિંહે ટ્વીટ કરીને તેને અત્યાચાર ગણાવ્યો. તેમણે લખ્યું કે અત્યાચારનો અંત જરૂર થશે.
આ ઉપરાંત તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને તેમાં પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે ૧૬તારીખના રોજ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરીને તેમને જેલમાં નાખવાનું ષડયંત્ર રચાયું છે. તેનાથી અરવિંદ કેજરીવાલનો અવાજ બંધ થશે નહીં. તે દેશના એક એક ઘર, ગલી મહોલ્લામાં પહોંચશે. તેમણે કહ્યું કે જે અરવિંદ કેજરીવાલે સમગ્ર દેશને એક શિક્ષણ મોડલ આપ્યું, સ્વાસ્થ્ય મોડલ આપ્યું, વીજળી-પાણીનું મોડલ આપ્યું તેઓ પોતાની આવકવેરાના કમિશનરની નોકરીને લાત મારીને દેશ અને સમાજની સેવા કરવાના સંકલ્પ સાથે આગળ વધ્યા. તે અરવિંદ કેજરીવાલ છે જેમણે ૧૩ દિવસ ઉપવાસ રાખીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત લડવાનું કામ કર્યું. આ નોટિસથી તેમની લડત, ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમની મુહિમ અટકવાની નથી.


















Recent Comments