અમરેલી

દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી, દારૂ બનાવવાની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વહેલી સવારે દરોડા પાડી, પ્રોહિબીશનના ૪૮ કેસો શોધી કાઢતી અમરેલી જિલ્‍લા પોલીસ

💫 *ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી અશોકકુમાર સાહેબ* નાઓએ દારૂબંધીના કડક અમલ અને દારૂની ગેરકાયદે વેચાણ/સેવન/વહન અટકાવવા રેન્‍જના જિલ્લાઓની પોલીસને સુચના આપેલ હોય, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓ દ્વારા દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા ખાસ એક્શન પ્‍લાન તૈયાર કરવામાં આવેલ અને આજરોજ *તા.૦૬/૦૫/૨૦૨૨* ના રોજ વહેલી સવારે *સ્‍પેશ્યલ ભઠ્ઠી અંગેની પ્રોહી ડ્રાઇવ* નું આયોજન કરવામાં આવેલ. આ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવતા ઇસમો ઉપર *અલગ અલગ કુલ ૧૩૭ જગ્યાઓએ* વહેલી સવારે દરોડા પાડી, દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પકડી પાડી, પ્રોહિબીશનની પ્રવૃતિ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવેલ.
💫 *શોધી કાઢેલ કેસોઃ-*અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા સદરહું ડ્રાઇવ દરમ્‍યાન કુલ *૪૮ કેસો* શોધી કાઢવામાં આવેલ છે. 
💫 *પકડાયેલ મુદ્દામાલઃ-*અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા *દેશી દારૂ લીટર ૧૨૪, કિં.રૂ.૨,૫૫૮/-* તથા *આથો લીટર ૭૯૪, કિં.રૂ.૧,૫૮૮/-* દારૂ બનાવવા માટે *ભઠ્ઠીના સાધનો કિં.રૂ.૯૬૮/-* મળી *કુલ કિં.રૂ.૫,૧૧૪/- નો મુદ્દામાલ* કબજે કરવામાં આવેલ છે.
💫 *પકડાયેલ આરોપીઓઃ-*સદરહું ડ્રાઇવ દરમ્‍યાન દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવવાની અને દારૂ વેચાણની પ્રવૃતિ કરતા કુલ *૨૫ આરોપીઓ* ને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
💫 આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *દારૂબંધીના કડક અમલ અને દારૂના ગેરકાયદે ઉત્પાદન, વેચાણ, સેવન અને વહન અટકાવવા* દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની પ્રવૃતિ કરતા ઇસમો સામે *અમરેલી જિલ્‍લા પોલીસ* દ્વારા પ્રોહિબીશન ધારા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related Posts