બોલિવૂડ

દિગાંગના સૂર્યવંશીને અંગત વાતો જાહેર કરવી નથી ગમતી

ઓગણીસ વર્ષ પહેલા ટીવી પરદે કયા હાદસા કયા હકીકત શોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર અભિનેત્રી દિગાંગના સૂર્યવંશીને ૨૦૧૩માં લોકોએ એક વીર કી અરદાસ-વીરા શોમાં ખુબ પસંદ કરી હતી. બિગ બોસ-૯માં પણ તે દેખાઇ હતી. કુબૂલ હૈ, રૂક જાના નહિ, શકુંતલા સહિતના શો પણ તેણે કર્યા હતાં. હવે તે ફિલ્મી પરદે પહોંચી ચુકી છે. ફ્રાયડે, જલેબી, રંગીલા રાજા, હિપ્પી સહિતની હિન્દી અને તમિલ-તેલુગુ ફિલ્મો તે કરી ચુકી છે.

વધુ એક ફિલ્મ પણ આવી રહી છે. તે માત્ર અભિનેત્રી નહિ પરંતુ સારી લેખિકા, ગાયીકા અને કવિયત્રી પણ છે. તેનો કાવ્યસંગ્રહ અને કાલ્પનીક નવલકથા પણ પ્રસિધ્ધ થઇ ચુકયા છે. મુળ મધ્યપ્રદેશની દિગાંગનાનો ઉછેર મુંબઇમાં થયો છે. દિગાંગના કહે છે મારે કોઇ બોયફ્રેન્ડ નથી. હોત તો પણ વાત ન કરી હોત. કારણ કે મને અંગત વાતો જાહેર કરવી પસંદ નથી. હું એનો ઢંઢેરો પીટતી નથી. સોશિયલ મિડીયાનો પણ મર્યાદિત ઉપયોગ કરુ છું.

Follow Me:

Related Posts