fbpx
બોલિવૂડ

દિગ્ગજ એક્ટ્રેસ સુલોચના પાટકરનું થયું નિધન

‘શ્રી ૪૨૦’, ‘નાગિન’ અને ‘અબ દિલ્હી દૂર નહીં’ જેવી ફિલ્મોથી પ્રખ્યાત એક્ટ્રેસ સુલોચના લાટકરનું ગઈ કાલે નિધન થયું હતું. તેમણે ૯૪ વર્ષની ઉંમરે ગઈ કાલે મુંબઈના એક હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતાં. ખબરો અનુસાર, તેઓ હોસ્પિટલમાં દાખલ હતાં અને ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. એક્ટ્રેસની દીકરી કંચનના નિધનનાં થોડા સમય પહેલાં તેમના ખરાબ સ્વાસ્થ્ય વિશે જણાવવામાં આવ્યુ હતું. એક્ટ્રેસની દીકરી ‘એબીપી’ને જણાવ્યું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ અને ઉંમરથી સંબંધિત બીજી સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. શનિવારે ૩ જૂને તેમની તબિયત બગડવા લાગી હતી. તેમને વેન્ટિલેટર પર સતત ઓક્સિજન આપવામાં આવી રહ્યુ હતું. તે જીવન અને મોતની આ લડતમાં હારી ગયાં. આજે દાદર ક્રિમેશન ગ્રાઉન્ડ પર એક્ટ્રેસના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. તેમના અંતિમ સંસ્કારમાં ઘણાં દિગ્ગજ કલાકારોની સાથે મહારાષ્ટ્રાના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હાજર રહ્યા હતાં. આ સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શ્રદ્ધાંજલી આપતા જણાવ્યું કે, સુલોચના દીદીના જવાથી અભિનય જગતે એક અસાધારણ વ્યક્તિત્વને ગુમાવી દીધું છે. મુખ્યમંત્રીએ ટિ્‌વટ કરીને કહ્યુ કે, ‘ઈશ્વર તેમની આત્માને શાંતિ પ્રદાન કરે અને સુલોચના દીદીના પરિવાર તેમજ તેમના ચાહકોને આ દુઃખથી બહાર આવવાની શક્તિ આપે.’ આ અંતિમ સંસ્કારની વિધીમાં પુષ્પોથી તેમને શ્રદ્ધાંજલી પણ આપી હતી. સુલોચના લાટકરે ફિલ્મોમાં અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર અને ધર્મેન્દ્ર જેવા દિગ્ગજ કલાકારોની માતાની ભૂમિકા પણ ભજવી હતી. સુલોચના લાટકરે ૧૯૪૦માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. અભિનેતા રિતેશ દેશમુખે ટિ્‌વટર પર શોક વ્યક્ત કર્યો છે. તેઓ લખે છે, ‘સુલોચના દીદીના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. હિન્દી અને મરાઠી સિનેમા દ્વારા દર્શકોના દિલો પર રાજ કરનાર મહાન અભિનેત્રીને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.

Follow Me:

Related Posts