“દિનમહિમા” ઇન્દુલાલ યાજ્ઞિક (Quit India ) નો ઠરાવ કરી ” કરેંગે યા મરેંગે નું એલાન ૮ ઓગસ્ટ મહાગુજરાત શહીદ દિન
૮ ઑગસ્ટ – ઑગસ્ટ ક્રાંતિ દિન ભારત છોડો દિન ૧૯૪૨ ની ઑગસ્ટની ૮ મી તારીખે અખિલ હિન્દ કોંગ્રેસે મુંબઈમાં ગોવાલિયા મેદાનમાં ભારત છોડો Quit India ) નો ઠરાવ કરી ” કરેંગે યા મરેંગે નું એલાન આપ્યું આ ઠરાવમાં સ્વતંત્રતા અને લોકશાહીના હેતુ માટે બ્રિટિશ શાસનના તાત્કાલિક અંતની માગણી કરવામાં આવી હતી , પરંતુ તે જ રાત્રે ૯ મી ઑગસ્ટની વહેલી સવારથી જ સરકારી તમામ નેતાઓની ધરપકડ શરૂ કરી તેથી નેતાવિહોણા લોકોએ તેમને ઠીક લાગે તે રીતે ચળવળ ચાલુ રાખી અને સમગ્ર દેશમાં શાળા , કૉલેજો , ધંધા ઉદ્યોગમાં હડતાળ રાખવામાં આવી . ગોળીબાર અને લાઠીચાર્જના ત્રાસ સામે લોકો એ કેટલીક જગાએ રેલવે , પોસ્ટ અને સરકારી મિલકતોને નુકસાન કર્યું . ભારત છોડો આંદોલન એક બ્રિટિશ સરકાર સામેનું મહાન આંદોલન બન્યું . પરંતુ આયોજનના અભાવે , દેશનેતાઓની ધરપકડ , સરકારની જોહુકમી અને મુસ્લિમ લીગની અલગતાના કારણે તે નિષ્ફળ ગયું . તેમ છતાં તા . ૮ મી ઑગસ્ટ આજે પણ “ હિંદ છોડો ચળવળ ” ના માનમાં ઊજવાય છે
૮ ઑગસ્ટ – મહાગુજરાત આંદોલન શહીદ દિન દેશની આઝાદી માટે તો બલિદાન આપવાં પડે પરંતુ આઝાદ દેશની રાજ્ય પુનર્રચનામાં પણ બલિદાન આપવું પડે છે , તેની કરુણતાનો આ શહીદ દિન છે . બૃહદ મુંબઈ રાજયને બદલે ગુજરાતનું રાજ્ય થાય તે માટે મહાગુજરાતની ચળવળ થઈ અને તેમાં ૮ ઑગસ્ટ ૧૯૫૬ ના રોજ લાલ દરવાજા કોંગ્રેસ હાઉસ , સામેના ચોકમાં પોલીસ ગોળીબારમાં શહીદ થનારને ભાવાંજલિ અર્પવા આજનો દિવસ યાદ કરાય છે . મહાગુજરાત આંદોલન પહેલા મુંબઈ રાજ્યમાંથી ત્રણ રાજયો – મુંબઈ , મહારાષ્ટ્ર અને ગુજરાતની રચના કરવાની ફોર્મ્યુલા રજૂ થઈ હતી . પરંતુ ઑગસ્ટ , ૧૯૫૬ માં લોકસભામાં ૨૪૧ વિરુદ્ધ ૪૦ મતોથી મુંબઈને દ્વિભાષી રાજય સ્વ . ઇન્દુલાલ બનાવવાનો ઠરાવ પસાર થયો તેનાથી ગુજરાતના યાજ્ઞિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો . ઇન્દુલાલ યાજ્ઞિક , બ્રહ્મકુમાર ભટ્ટ , જયંતિ દલાલ , હરિહર ખંભોળજા જેવા અગ્રણીઓએ અલગ ગુજરાતની માંગ કરવા મહાગુજરાત જનતા પરિષદની રચના ૧-૯-૫૬ના રોજ કરી હતી અને તેની દરેક જિલ્લામાં સમિતિ બનાવી હતી . આ આંદોલન હેઠળ જનતા કરફયુ જેવા કાર્યક્રમો અપાયા હતા . આંદોલન ઉગ્ર બનતાં સરકારે આંદોલનના અગ્રણીઓની ધરપકડનો દોર શરૂ કર્યો હતો . ચાર વર્ષની લડતને અંતે ૧૯૬૦ માં ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ બનાવવાની જાહેરાત કરાઈ હતી . આથી અલગ ગુજરાતનો હેતુ સિદ્ધ થતાં ૨૦ માર્ચ , ૧૯૬૦ ના રોજ વિસનગરમાં મળેલા અધિવેશનમાં મહાગુજરાત જનતા પરિષદનું વિસર્જન કરવામાં આવ્યું હતું
Recent Comments