દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની ફરી એક વાર તબિયત લથડી હોવાના અહેવાલ આવ્યા છે. જાેકે કહેવામાં આવ્યું છે કે દિલીપ કુમારને હિન્દુજા હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા દિલીપ કુમારને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે તેઓની ઉંમર ૯૮ વર્ષ છે.
તે સમયે દિલીપ કુમારને ૈંઝ્રેં માં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર દિલીપ કુમારને ઓક્સિજન સપોર્ટ પર રખાયા હતા. છેલ્લા ઘણા સમાથી તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે. જેને કારણે વારંવાર હોસ્પિટલના ધક્કા ખાવા પડી રહ્યા છે.
દિલીપકુમારની સંભાળ રાખવાની જવાબદારી તેમની પત્ની સાયરા બાનુ પર છે. તેઓ તેમની ખાસ કાળજી લે છે. આ સાથે તે સો.મીડિયા દ્વારા પોતાના ચાહકોને સ્વાસ્થ્ય અપડેટ્સ આપતા રહે છે. જ્યારે કોરોના રોગચાળો દેશભરમાં ફેલાયો ત્યારે તેણે દિલીપ સાહેબ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તે દરમિયાન તેમના પરિવારના ઘણા લોકોને ચેપ લાગ્યો હતો, પરંતુ દિલીપ કુમાર સુરક્ષિત રહ્યા. સાયરા બાનુ દિલીપ સાહેબને પ્રેમથી કોહિનૂર કહે છે.
દિલિપ કુમાર તેમની પત્ની સાયરા બાનુ સાથે ૨૦૨૦થી ક્વોરંટાઈન છે. કોરોનાના કારણે તે કોઈને પણ મળી રહ્યા નથી અને તેમના સ્વાસ્થયનું બરાબર ધ્યાન રાખવામા આવી રહ્યું છે. હંમેશા તેમના રૂટિન ચેકઅપ માટે તેઓ હોસ્પિટલ જતા હોય છે. કોરોનાના કારણે ૨૦૨૦માં દિલિપ કુમાર પોતાના બે ભાઈઓને પણ ગુમાવી ચૂક્યા છે.
Recent Comments