દિલ્હીમાં ખુલ્યો એપ્પલનો બીજાે સ્ટોર, એપ્પલના સ્ટોરને જાેવા માટે લોકોની ભારે ભીડ લાગી
દિલ્હીના સાકેતમાં એપ્પલના બીજા સ્ટોરનું ગ્રાન્ડ ઓપનિંગ થઈ ચુક્યું છે. એપ્પલના સીઈઓ ટિમ કુકે તેનું ગ્રાન્ડ ઓપનિંગ કર્યું છે. આ અગાઉ ટિમ કુકે મુંબઈમાં એપ્પલનો પ્રથમ રિટેલ સ્ટોરનું ઓપનિંગ કર્યું હતું. ટિમ કુકે આ દરમ્યાન હાથ જાેડીને લોકોનું સ્વાગત કર્યું હતું. એપ્પલના બીજા રિટેલ સ્ટોરને જાેવા માટે લોકોની ભારે ભીડ લાગી હતી. સવારથી જ લોકો લાઈનમાં લાગ્યા હતા અને ટિમ કુકને મળવા તથા એપ્પલ રિટેલ સ્ટોરમાં જવાની રાહ જાેઈ રહ્યા હતા. એપ્પલનો સાકેત સ્ટોરનું ઓપનિંગ સિટી વોક મોલમાં કર્યું છે. ઓપનિંગ બાદ એપ્પલના સીઈઓ ટિમ કુકે લોકો સાથે મુલાકાત કરી હતી. આપને જણાવી દઈએ કે, સાકેતમાં ખુલેલા એપ્પલ સ્ટોરની સાઈઝ મુંબઈના સ્ટોરના સાઈઝથી ખૂબ નાની છે. જે ૮,૪૧૭.૮૩ સ્કેવર ફુટ છે, જ્યારે મુંબઈમાં ૨૦ હજાર સ્કેવર ફુટ છે. જાે કે, બંને સ્ટોરનું ભાડૂ લગભગ સરખું છે. દિલ્હીના એપ્પલ સ્ટોરનું ભાડૂ ૪૦ લાખ રૂપિયા દર મહિને અને મુંબઈવાળા સ્ટોરનું ભાડૂ ૪૨ લાખ રૂપિયા છે. એપ્પલના દિલ્હીવાળા સ્ટોર પર ૭૦ કર્મચારી છે, જેમાંથી અડધી મહિલાઓ છે. તો વળી મુંબઈવાળા સ્ટોરમાં ૧૦૦ કર્મચારી છે અને અહી પણ મહિલા કર્મચારીની સંખ્યા વધારે છે. આ સ્ટોરને ‘ૈંહઙ્ઘૈટ્ઠહૈજી’રાખ્યું છે. આ સ્ટોરને કેટલાય દરવાજા છે. જેમાંથી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવી શકાય. અહીં એક જીનિયર બાર પણ છે. જે અંતર્ગત આપના આઈફોનની સેટિંગથી લઈને એપ્પલ આઈડી રિકવરી અથવા અન્ય સમસ્યાનું સમાધાન કરવામાં આવશે.
Recent Comments