fbpx
રાષ્ટ્રીય

દિલ્હી એરપોર્ટે દુબઈ એરપોર્ટને પાછળ છોડ્યું

દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે દુનિયાનું બીજુ સૌથી વ્યસ્ત હવાઈ મથક બની ગયું છે. વૈશ્વિક યાત્રા સંબંધી આંકડા ઉપલબ્ધ કરાવનારી સંસ્થા ઓફિશિયલ એરલાઇન ગાઇડે પોતાના વર્તમાન રિપોર્ટમાં કહ્યું કે ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ઉડાનોના મામલામાં દિલ્હી એરપોર્ટ માર્ચમાં દુનિયાનું બીજુ સૌથી વ્યસ્ત એરપોર્ટ હતું. ઓએજીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું- અટલાન્ટા પ્રથમ સ્થાને યથાવત છે, દુબઈ આ મહિને (માર્ચમાં) દિલ્હીથી પાછળ રહી ગયું છે જે પાછલા મહિને (ફેબ્રુઆરીમાં) ત્રીજા સ્થાને હતું. દિલ્હી એરપોર્ટ કોરોના મહામારી પહેલા માર્ચ ૨૦૧૯માં ૨૩માં સ્થાને હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ વર્ષે માર્ચમાં અમેરિકાનું અટલાન્ટા, ભારતના દિલ્હી અને સંયુક્ત અરબ અમીરાતના દુબઈ એરપોર્ટ પર ક્રમશઃ ૪૪.૨ લાખ યાત્રી, ૩૬.૧ લાખ અને ૩૫.૫ લાખ યાત્રી આવ્યા.

દિલ્હી એરપોર્ટ ઈન્ટરનેશનલ લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી વિદેહ કુમાર જયપુરિયારે એક નિવેદનમાં કહ્યુ- કોવિડ-૧૯ મહામારીએ દુનિયાને પ્રભાવિત કરી હતી. યાત્રા પ્રતિબંધોએ સતત બે વર્ષ સુધી યાત્રા અને પર્યટન ક્ષેત્રો પર પ્રતિકૂળ પ્રભાવ પાડ્યો હતો. તેમણે કહ્યું, પરંતુ હવે દુનિયાભરમાં વેક્સીન લઈ ચુકેલા લોકોની સંખ્યામાં વૃદ્ધિની સાથે સરકારે યાત્રા પ્રતિબંધોમાં ઢીલ આપી છે અને ધીમે-ધીમે સરહદો ખુલી રહી છે. તેમણે કહ્યું- ભારતે પાછલા મહિને પોતાની સરહદો ખોલી દીધી હતી અને વેક્સીનેશન કરાવી ચુકેલા આંતરરાષ્ટ્રીય યાત્રીકોને દેશમાં એન્ટ્રી કરવાની મંજૂરી આપી દીધી છે. વિદેહ કુમારે કહ્યુ કે, આ પગલાથી યાત્રા અને પર્યટન ઉદ્યોગને ખુબ મદદ મળી છે અને હવાઈ યાત્રામાં વધારો થયો છે

Follow Me:

Related Posts