fbpx
રાષ્ટ્રીય

દિલ્હી જેવી ભયાનક ઘટના, મધ્યપ્રદેશમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં ૫નાં મૃતદેહ મળતાં ખળભળાટ

અલીરાજપુરના એક ઘરમાં પાંચ લોકો ફાંસીના માંચડે લટકતી હાલતમાં મળી આવતાં હડકંપ મચી ગયું છે. પતિ-પત્ની અને ત્રણ બાળકોના શબ મળવાની સૂચના મળતાં જિલ્લાના એસ.પી. ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. આ હત્યા છે કે સામૂહિક આપઘાત? એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તે વિશે ખુલાસો થઇ શકશે. પોલીસ હાલમાં એફએસએલ ટીમની રાહ જોઈ રહી હતી. ખાસ વાત એ છે કે આ ઘટનાએ આજના દિવસે જ એટલે કે ૧ જુલાઈ ૨૦૧૮ના રોજ દિલ્હીના બુરાડીમાં બનેલી ઘટનાની યાદ અપાવી છે.

અગાઉ દિલ્હીના બુરાડીમાં સામૂહિક આપઘાતના કેસથી આખું દેશ હચમચી ગયું હતું. આજે ૧ જુલાઈએ આ કાંડને ૬ વર્ષ વીતી ગયા. ૩૦ જૂન ૨૦૧૮ની મોડી રાતે ૧૨ વાગ્યાથી એક વાગ્યાની આસપાસ ચુંડાવત પરિવારના ૧૧ લોકોએ આપઘાત કરી લીધો હતો. દસ લોકો ફાંસીના માચડે લટકી ગયા હતા. જોકે પરિવારના સૌથી વૃદ્ધ સભ્ય દાદીને ગળે ટૂંપો આપી દેવામાં આવ્યો હતો. આગામી દિવસે એટલે કે ૧ જુલાઈ ૨૦૧૮ના રોજ મૃત્યુ બાદ વહેલી સવારે તેમના શબ ઘરેથી મળી આવ્યા હતા.

Follow Me:

Related Posts