દિલ્હી-રાજકોટ સ્પાઇસ જેટની બોઈંગ સેવા શરૂ, એરક્રાફ્ટ બંધ
રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગોનું પાટનગર માનવામાં આવે છે,રાજકોટ થી એર કનેક્ટિવિટીમાં વધારો કે ઘટાડો થતાં સમગ્ર સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ પર તેની અસર જાેવા મળતી હોય છે. કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર રોક લગાવવામાં આવી હતી ત્યારબાદ તબક્કા મુજબ તેમજ દિલ્હી -મુંબઈની ફ્લાઈટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો.તેની વચ્ચે હવે એરપોર્ટના સૂત્રો પાસેથીઆજ થી સમગ્ર સૌરાષ્ટ્રના હવાઈ મુસાફરો માટે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તે મુજબ દિલ્હી રાજકોટની સ્પાઈસજેટની એરક્રાફ્ટ બંધ કરી અને બોઈંગ સેવા ચાલુ થવા જઈ રહી છે.
રાજકોટથી હવાઈ મુસાફરી કરતા મુસાફરોને આજે એક સાથે ઘણા બધા પરિવર્તનો જાેવા મળશે. આજ થી રાજકોટ થી દિલ્હી-મુંબઈની ફ્લાઈટના સમય બદલાવા જઈ રહ્યા છે. તેમજ સ્પાઈસજેટની દિલ્હી રાજકોટની એરક્રાફ્ટ બંધ થવા જઈ રહી છે. પરંતુ તેના સ્થાને ૭૭ બોઇંગ સર્વિસ શરૂ થઈ રહી છે. જેની કેપેસિટી ૧૪૪ સીટની રહેશે. નવા સમય પ્રમાણે દિલ્હી રાજકોટ ફ્લાઇટ ૭ ઃ૧૦ કલાકે આવશે અને ૭ઃ૪૦ કલાકે ઉપડશે. જ્યારે મુંબઈની ફ્લાઈટ રાજકોટમાં આઠ ૮ ઃ૧૦ કલાકે લેન્ડ કરશે અને મુંબઈ જવા માટે ૮.૪૦ કલાકે ટેકઓફ કરશે.
રાજકોટ થી દિલ્હી બાય સર્વિસ શરૂ થવાના કારણે મુસાફરોની કેપેસિટીમાં વધારો થશે. જેના કારણે મુસાફરોની સુવિધામાં વધારો થશે અને તેની અસર માત્ર રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રના મુસાફરો પર પડશે. રાજકોટ દિલ્હી-મુંબઈ ફ્લાઇટ હવે ઉદયપુર અને બેંગ્લોરની એર કનેકિટવિટી વધે તેવી માગણી રાજકોટના ઉદ્યોગકારોમાં ઉઠી રહી છે અને આ અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે.આ સિવાય પણ કેટલાક સ્ટેશન માટે હવે ઈન્ડિગો ફ્લાઈટ શરૂ કરવામાં આવી શકે છે.
Recent Comments