દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૫.૭ નોંધાઈ
બુધવારે ૧૧ સપ્ટેમ્બરે દિલ્હી-દ્ગઝ્રઇમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૭ હતી. કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ, ઈસ્લામાબાદ અને લાહોર સહિત પાકિસ્તાનના ઘણા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની અસર લાહોર, મુલતાન, ફૈસલાબાદ, મિયાંવાલી અને ભાકર જેવા શહેરો પર પણ જાેવા મળી હતી. લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા.
દ્દજર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (ય્હ્લઢ)એ જણાવ્યું કે પાકિસ્તાનમાં ૫.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ ૧૦ કિલોમીટર (૬.૨૧ માઇલ) ની ઊંડાઈએ હતો. આ પહેલા ૨૯ ઓગસ્ટે ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જૂન મહિનામાં પણ પાકિસ્તાનના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં ધરતી ધ્રૂજી ગઈ. અગાઉ જૂનની શરૂઆતમાં કરાચીમાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દિલ્હી-એનસીઆરમાં બે અઠવાડિયામાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા ૨૯ ઓગસ્ટે દિલ્હી-એનસીઆરમાં ધરતી ધ્રૂજી હતી. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા હતા, જેમાં થોડી સેકન્ડ સુધી ચાલેલા ભૂકંપ દરમિયાન પંખા, ખુરશીઓ અને અન્ય વસ્તુઓ ધ્રૂજતી જાેવા મળી હતી.
Recent Comments