દીવમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી પરત ફરતા મુસાફરોના ચેકીંગ માટે અમરેલીમાં 15 ચેકપોસ્ટ કાર્યરત કરાઈ
આજે 31 ડીસેમ્બર છે ત્યારે અમરેલી પોલીસ જિલ્લામાં યોજાતી ન્યૂયર પાર્ટીઓ ઉપરાંત દીવથી પરત ફરતા પ્રવાસીઓ પર પણ નજર રાખશે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પ્રવાસીઓના ચેકીંગ માટે 15 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે.
સંઘપ્રદેશ દીવમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી થતી હોય છે. સંઘપ્રદેશને અડીને આવેલા ગુજરાતના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો દીવમાં ઉજવણી માટે જતા હોય છે. જેમાંના કેટલાક પ્રવાસીઓ નશો કરેલી હાલતમાં જ પરત ફરતા હોય છે. આવા પ્રવાસીઓ પર નજર રાખવા માટે અમરેલી પોલીસ એલર્ટ બની છે. અમરેલી પોલીસે જિલ્લામાં 15 જેટલી ચેકપોસ્ટ ઉભી કરી છે. જેના પર આજે પ્રવાસીઓનું કડક ચેકીંગ હાથ ધરાશે. ખાસ કરીને દીવથી અમરેલી પરત આવતા પ્રવાસીઓ પર પોલીસ નજર રાખશે.
અમરેલી જિલ્લામાં બાબરાના કોટડાપીઠા ચેકપોસ્ટ,લાઠીના ચાવડ ચેકપોસ્ટ,લીલીયાના ભોરિંગડા ચોકડી,દામનગરના નારાયણ ગઢ,બગસરના માણેકવાડા ચોકી,વડીયાના ત્રણ રસ્તા ચોકડી,સાવરકુંડલા રૂલર વિસ્તાર,ખાંભા ટી.પોઇન્ટ,છેલણા ચોકડી,ખાંભાના પચપચીયા ચેક પોસ્ટ,ટીંબી ચેક પોસ્ટ,ધારી નજીક દલખાણીયા ચેક પોસ્ટ,દુધાળા ચેક પોસ્ટ,જાફરાબાદના વઢેરા ચેકપોસ્ટ,રાજુલાના હીડોરણા ચેક પોસ્ટ,ચલાલાના ત્રણ રસ્તા નજીક ચેક પોસ્ટ,પીપાવાવના વિકટર ચેક પોસ્ટ આમ સમગ્ર જિલ્લા માંથી પ્રવેશવાના માર્ગો ઉપર ચેક પોસ્ટ શરૂ કરી ચેકીંગ શરૂ કરી દેવાયુ છે.
Recent Comments