અમરેલી

દેના બેંકનું BOBમાં મજૅ થતા ભવિષ્યમાં ગ્રાહકોને પડનાર મુશ્કેલીઓ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

હાલમાં અમરેલી જીલ્લા મુખ્ય મથક ખાતે હેડ પોષ્ટ ઓફીસ સામે આવેલ દેના બેંક શાખાને બેંક ઓફ બરોડા (માણેકપરા) શાખામાં મજૅ કરવા માટેની ગતિવિધી ચાલી રહેલ છે. આ બંને બેંકો મજૅ થતા બેંક ઓફ બરોડાના જુના અને દેના બેંકના મજૅ થતા નવા ગ્રાહકોને ખુબ જ મુશ્કેલીઓ પડશે તેવી ચેમ્બર ઓફ કોમસૅ અને વેપારીઓની અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજૂઆત મળતા સાંસદશ્રીએ તાત્કાલીક બેંક ઓફ બરોડાના રીઝીયોનલ હેડ શ્રી ડોભાલ સાથે ટેલીફોનીક અને લેખિત રજૂઆત કરી ગ્રાહકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટેની કાયૅવાહી કરવા રજૂઆત કરેલ છે.

સાંસદએ કરેલ રજૂઆત મુજબ વતૅમાનમાં બેંક ઓફ બરોડાની શાખામાં અંદાજિત ૩૦ થી ૩પ હજાર જેટલા ગ્રાહકો છે છતા ગ્રાહકોના સમયસર કામો થતા નથી અને ગ્રાહકોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે, તો દેના બેંકના ગ્રાહકોનો બેંક ઓફ બરોડામાં ઉમેરો થતા ગ્રાહકોની મુશ્કેલીઓમાં ઘટાડો થવાને બદલે વધારો થશે. હાલમાં બેંક ઓફ બરોડા શાખા બહાર ગ્રાહકોની તડકામાં લાંબી લાઈન લાગેલ હોય છે મજૅર બાદ બેંક ઓફ બરોડાની શાખામાં કાઉન્ટર અને ફનીૅચરમાં પણ વધારો કરવો પડશે જેના પરીણામે બેંકનો વેઈટીંગ એરીયા ખુબ જ ઘટી જશે જેના લીધે ગ્રાહકોને બેંકની બહાર વધુ સમય તડકામાં ઉભા રહી રાહ જોવી પડશે.

વતૅમાનમાં બેંક ઓફ બરોડા શાખાના ગ્રાહકો માટે પણ પાકીૅંગની પુરતી વ્યવસ્થા નથી તો મજૅર બાદ ગ્રાહકો માટે પાકીૅંગની સુવિધામાં ઘટાડો થવાને બદલે વધારો થશે. તેથી જયા સુધી ગ્રાહકોને ઉપરોકત સુવિધાઓ અને પીવાના પાણી થી લઈ યુરીનલ સુધીની પ્રાથમિક સુવિધાઓ પ્રોપર ન મળી રહે ત્યા સુધી દેના બેંક શાખાને બેંક ઓફ બરોડા શાખામાં મજૅ ન કરવા અંગે સાંસદશ્રીએ રજૂઆત કરેલ છે

Follow Me:

Related Posts