અમરેલી

દેશના જવાનોની રક્ષા માટે સારહી યુથ ક્લબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણીની એક વિશિષ્ટ પહેલ

આપણા દેશ માં અને આપણી સંસ્કૃતિ માં રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નું ખુબ મહત્વ છે. રક્ષાબંધન નો તહેવાર એ ભાઈબહેન વચ્ચે ના સ્નેહ નું પ્રતીક છે.રક્ષાબંધન ના પર્વ પર બહેન ભાઈ ની કલાઈ પર રક્ષાકવચ રૂપી રાખડી બાંધી અને પ્રભુ પાસે ભાઈ ના લાંબા આયુષ્ય  માટે ની પ્રાર્થના કરે છે. ભાઈ બહેન ના પવિત્ર સબંધ ને ઉજાગર કરતા રક્ષાબંધન ના પર્વ ની અનોખી ઉજવણી કરવામાટે નો એક નવીનતમ વિચાર  સારહી યુથ ક્લબ ઓફ અમરેલી ના પ્રમુખ એવા શ્રી મુકેશભાઈ સંઘાણી ને આવ્યો. સરહદ પર આપણા  દેશ ના જવાનો માઇનસ ચાલીસ  ડિગ્રી હોય કે જેસલમેર માં 45 ડિગ્રી તાપમાન હોય તો પણ 24 કલાક 365 દીવસ ખડેપગે રહી અને આપણા દેશ ની સીમાઓ અને આપણ ને સૌ ને સુરક્ષિત રાખવા માટે પોતાની ફરજ બજાવી રહ્યા હોય ત્યારે બોડર પર  ના કોઈપણ  જવાન  ના હાથ ની કલાઈ  સુની ના રહે  અને અમરેલી શહેર ની બહેનો દ્વારા રાખડી રૂપી રક્ષાકવચ દરેક  જવાન  સુધી પહોંચાડવાની પહેલ તેમના દ્વારા કરવામાં આવી છે.

આ  માટે સારહી યુથ  ક્લબ ઓફ અમરેલી ના માધ્યમ થી  “એક રાખી દેશ કે ફૌજી ભાઈઓ કે નામ” અભિયાન  તેમના માર્ગદર્શન  નીચે  ચલાવવા  માં આવી  રહ્યું હોય જેમાં નાની બાળકી ઓ થી  માંડી અને મોટી ઉમરના બહેનો પણ  આ  અભિયાન માં જોડાઈ રહ્યા છે. અને ખુબ ઉત્સાહ પૂર્વક રાખડી રૂપીરક્ષાકવચ તેમના સુધી પહોંચાડી  રહ્યા છે. આ  અભિયાન  15 મી ઑગસ્ટ સુધી ચલાવવા માં આવશે અને દરેક બહેનો ની રાખડી રૂપી રક્ષા દેશ ના જવાનો  સુધી  પહોંચાડવા માં આવશે. આવા સુંદર વિચાર રૂપી પહેલ માટે મુકેશભાઈ  સંઘાણી ની ચારેતરફ  પ્રશંશા થઇ રહી છે અને સાથે સમાજ  ના અગ્રણીઓ દ્વારા આ  નવીનતમ પહેલ  ને બિરદાવવામાં આવી  રહી  છે. આ તકે  મુકેશભાઈ  સંઘાણી  ના આ  ઉમદા વિચાર થી હજારો ની સંખ્યામાં દેશ ના સૈનિકો ને રાખડી  રૂપી રક્ષાકવચ પહોંચાડવાની  અને આ પહેલ માં ભાગીદાર બનવાની તક મળી  હોય તો બહેનો દ્વારા પણ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.દેશ ના જવાનો માટે મુકેશભાઈ  સંઘાણી ની આ સુંદર પહેલ ને અભિનંદન આપવાજ ઘટે.વંદેમાતરમ ભરાતમાંતા કી જય.

Related Posts