fbpx
ગુજરાત

દેશના ૨૨૯ બંદરો પર વાર્ષિક સામાનની થતી હેરફેરમાં ગુજરાત પ્રથમ નંબરેગુજરાતના ૪૯ બંદરેથી વર્ષે ૫૫ કરોડ ટન માલની આયાત – નિકાસ

ગુજરાત સતત વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. માલની હેરફેરના આંકડાઓ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે, સમગ્ર દેશના બંદરો પર જે સામાનની અવર-જવર થાય છે તેની સામે ગુજરાતનો આંકડો ક્યાં પહોંચે છે. દેશના ૨૨૯ બંદરો પર વાર્ષિક ૧૪૩ કરોડ ટન સામાનની આયાત-નિકાસ થાય છે.

તેની સામે ગુજરાતના ૪૯ બંદરેથી વર્ષે ૫૫ કરોડ ટન માલની હેરફેર થાય છે. રાજ્યના ૪૯ બંદરોથી ૨૦૨૨- ૨૩માં ૫૫ કરોડ ટનથી વધુ માલ- દેશના ૨૨૯ બંદરો પર માલ-સામાનની આયાત-નિકાસ થાય છે. જેમાં ૧૨ બંદરો મેજર છે, જેમાં ગુજરાતના કંડલા બંદરનો પણ સમાવેશ થાય છે. કંડલા બંદરેથી ૨૦૨૨-૨૩માં ૧૩.૭૫ કરોડ ટન સામાનની અવર- જવર નોંધાઇ છે. જ્યારે અન્ય ૪૮ નોન-મેજર બંદરો પરથી ૪૧.૬૩ કરોડ ટન સામાનની અવર-જવર થઈ છે. અહીં વિદેશ જતાં અને એક બંદરેથી બીજા બંદરે અવર-જવર થતા માલ-સામાનનો સમાવેશ થાય છે.

દેશના લોજીસ્ટિક સેક્ટર માટેના પ્રોજેક્ટ સાગરમાલા હેઠળ ગુજરાતને ૧૨ નિયત પ્રોજેક્ટ માટે ૧૦૫૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. માલ સમાનની આ પ્રકારે ટ્રાજેક્શનએ આર્થિક રીતે ગુજરાતના વિકાસદરને પણ ઉપર લઈ જાય છે. સાથો-સાથ દેશના વિકાસમાં પણ તેના ફાળો વધે છે.

Follow Me:

Related Posts