fbpx
રાષ્ટ્રીય

દેશના ૪૦ ટકા સાંસદો સામે છે ફોજદારી કેસ : ADR રિપોર્ટમાં દાવો

દેશના લગભગ ૪૦ ટકા વર્તમાન સાંસદો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમાંથી ૨૫ ટકા સાંસદોએ હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધના ગુના હેઠળ ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા છે. ચૂંટણી અધિકાર સંસ્થા એડીઆરએ આ માહિતી આપી છે. છડ્ઢઇએ કહ્યું કે લોકસભા અને રાજ્યસભાના દરેક સાંસદની સંપત્તિનું સરેરાશ મૂલ્ય ૩૮.૩૩ કરોડ રૂપિયા છે અને ૫૩ (સાત ટકા) સાંસદ અબજાેપતિ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (છડ્ઢઇ) અને નેશનલ ઇલેક્શન વોચ (દ્ગઈઉ) એ ૭૭૬ લોકસભા અને રાજ્યસભા બેઠકોના ૭૬૩ વર્તમાન સાંસદોના એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે.

એફિડેવિટમાંથી મેળવેલ ડેટા વિષે.. જણાવીએ, આ આંકડા સાંસદો દ્વારા તેમની છેલ્લી ચૂંટણી અને ત્યાર પછીની કોઈપણ પેટાચૂંટણી લડતા પહેલા ફાઈલ કરવામાં આવેલા સોગંદનામામાંથી લેવામાં આવ્યા છે. ચાર લોકસભા બેઠકો અને એક રાજ્યસભા બેઠક ખાલી છે. અને જમ્મુ અને કાશ્મીરની ચાર રાજ્યસભા બેઠકો અનિર્ણિત છે. આ દસ્તાવેજાે ઉપલબ્ધ ન હોવાથી એક લોકસભા સાંસદ અને ત્રણ રાજ્યસભા સાંસદોના સોગંદનામાનું વિશ્લેષણ થઈ શક્યું નથી. તેવુ અહેવાલમાં જણાવાયું છે. ગંભીર ફોજદારી કેસ બાબતે માહિતી વિષે..

જણાવીએ, તેમના મતે, વિશ્લેષણ કરાયેલા ૭૬૩ વર્તમાન સાંસદોમાંથી ૩૦૬ (૪૦ ટકા) સાંસદોએ તેમની વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયા હોવાનું કહ્યું છે અને ૧૯૪ (૨૫ ટકા) વર્તમાન સાંસદોએ તેમની વિરુદ્ધ ગંભીર ગુનાહિત કેસ નોંધાયા હોવાનું જણાવ્યું છે, જેમાં હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ વગેરેનો સમાવેશ થાય છે. કેરળના ૨૯માંથી ૨૩ સાંસદો કલંકિત છે વિષે.. જણાવીએ, એડીઆરએ કહ્યું કે બંને ગૃહોના સભ્યોમાં કેરળના ૨૯માંથી ૨૩ સાંસદો (૭૯ ટકા), બિહારના ૫૬માંથી ૪૧ સાંસદો, મહારાષ્ટ્રના ૬૫માંથી ૩૭ સાંસદો (૫૭ ટકા), તેલંગાણાના ૧૩માંથી ૨૪ સાંસદો (૫૪) ટકા) દિલ્હીના ૧૦ સાંસદોમાંથી પાંચ (૫૦ ટકા) એ તેમની એફિડેવિટમાં તેમની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે.

તેમના કહ્યાં મુજબ, બિહારના ૫૬ સાંસદોમાંથી લગભગ ૨૮ (૫૦ ટકા), તેલંગાણાના ૨૪માંથી નવ (૩૮ ટકા), કેરળના ૨૯માંથી ૧૦ (૩૪ ટકા), મહારાષ્ટ્રમાંથી ૬૫માંથી ૨૨ (૩૪ ટકા) સાંસદો. અને ઉત્તર પ્રદેશના ૧૦૮ સાંસદોમાંથી ૩૭ (૩૪ ટકા) એ તેમના સોગંદનામામાં ગંભીર ગુનાહિત કેસોની માહિતી આપી છે. ભાજપના ૩૮૫માંથી ૧૩૯ સાંસદો કલંકિત છે વિષે.. જણાવીએ, વિશ્લેષણમાં જણાવાયું છે કે, ભાજપના ૩૮૫માંથી ૧૩૯ સાંસદો (૩૬ ટકા), કોંગ્રેસના ૮૧માંથી ૪૩ સાંસદો (૫૩ ટકા), તૃણમૂલ કોંગ્રેસના ૩૬માંથી ૧૪ સાંસદો (૩૯ ટકા), આરજેડીના છમાંથી પાંચ સાંસદો (૮૩ ટકા) ઝ્રઁૈં(સ્)ના આઠમાંથી છ સાંસદો (૭૫ ટકા), આમ આદમી પાર્ટીના ૧૧માંથી ત્રણ સાંસદો (૨૭ ટકા), રૂજીઇ કોંગ્રેસ પાર્ટીના ૩૧માંથી ૧૩ સાંસદો (૪૨ ટકા)

અને દ્ગઝ્રઁના આઠમાંથી ત્રણ (૩૮ ટકા) સાંસદોએ તેમના સોગંદનામામાં માહિતી આપી છે કે તેમની સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યા છે. ૯૮ સામે ગંભીર ફોજદારી કેસ વિષે.. જણાવીએ, છડ્ઢઇ મુજબ, ભાજપના ૩૮૫ સાંસદોમાંથી લગભગ ૯૮ (૨૫ ટકા), કોંગ્રેસના ૮૧ સાંસદોમાંથી ૨૬ (૩૨ ટકા), તૃણમૂલ કોંગ્રેસના ૩૬ સાંસદોમાંથી સાત (૧૯ ટકા) આરજેડીના છ સાંસદોમાંથી ત્રણ ( ૫૦ ટકા), સીપીઆઈ(એમ)ના ૮માંથી ૨ સાંસદો (૨૫ ટકા), છછઁના ૧૧માંથી ૧ સાંસદ (૯ ટકા), વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના ૩૧માંથી ૧૧ સાંસદ (૩૫ ટકા) ) અને દ્ગઝ્રઁના ૮માંથી ૨ સાંસદો (૨૫ ટકા) સાંસદોએ તેમના સોગંદનામામાં ગંભીર ફોજદારી કેસો જાહેર કર્યા છે. મહિલાઓ સામે ગુનાઓ વિષે.. જણાવીએ, ૧૧ વર્તમાન સાંસદોએ હત્યા સંબંધિત કેસો જાહેર કર્યા છે

(ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨), ૩૨ વર્તમાન સાંસદોએ હત્યાના પ્રયાસ (ૈંઁઝ્ર કલમ ૩૦૭) સંબંધિત કેસ જાહેર કર્યા છે. જ્યારે ૨૧ વર્તમાન સાંસદોએ મહિલાઓ સામેના ગુનાઓ સંબંધિત કેસો જાહેર કર્યા છે. આ ૨૧ સાંસદોમાંથી ચાર સાંસદોએ બળાત્કાર (ૈંઁઝ્ર કલમ ૩૭૬) સંબંધિત કેસ જાહેર કર્યા છે. સાંસદોની મિલકત વિષે.. જણાવીએ, પ્રતિ સાંસદ સૌથી વધુ સરેરાશ સંપત્તિ ધરાવતું રાજ્ય તેલંગાણા (૨૪ સાંસદો) છે, જેની સરેરાશ સંપત્તિ રૂ. ૨૬૨.૨૬ કરોડ છે, ત્યારબાદ આંધ્રપ્રદેશ (૩૬ સાંસદો) આવે છે, જેમની સરેરાશ સંપત્તિ રૂ. ૧૫૦.૭૬ કરોડ છે, ત્યારબાદ પંજાબ (૨૦ સાંસદો) છે જ્યાં સાંસદોની સરેરાશ સંપત્તિ ૮૮.૯૪ કરોડ રૂપિયા છે. સાંસદોની સૌથી ઓછી સરેરાશ સંપત્તિ સાથેનું રાજ્ય લક્ષદ્વીપ (૧ સ્ઁ) છે, જ્યાં એક સ્ઁની સરેરાશ સંપત્તિ ૯.૩૮ લાખ રૂપિયા છે, ત્યારબાદ ત્રિપુરા (૩ સ્ઁજ) ની સરેરાશ સંપત્તિ ૧.૦૯ કરોડ અને મણિપુર (૩ સ્ઁ) છે. ૧.૧૨ કરોડની સરેરાશ સંપત્તિ છે.

Follow Me:

Related Posts