દેશની દિકરીઓ જેમણે રાષ્ટ્ર ધ્વજની આન – બાન -શાન માટે તનતોડ મહેનત કરી આજે એજ દિકરીઓ સરકાર પાસે ન્યાય માટે વલખા મારી રહી છે
મોદી કેબિનેટમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને ભાજપના મહિલા સાંસદો મૂક પ્રેક્ષક બની ગયા છેઃ જેની ઠુમ્મર મહિલા કોંગ્રેસ માંગણી કરે છે કે બ્રિજભૂષણસિંહની ધરપકડ કરીને રેસલીંગ ફેડરેશનમાંથી બરખાસ્ત કરવામાં આવેઃ જેની ઠુમ્મર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી જેની ઠુમ્મરે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણા દેશની દિકરીઓ જેમણે રાષ્ટ્ર ધ્વજની આન – બાન – શાન માટે તનતોડ મહેનત કરી આજે એજ દિકરીઓ સરકાર પાસે ન્યાય માટે વલખા મારી રહી છે. ચાર મહિનાથી પ્રદર્શન કરી રહેલ આ બહેનોનીને સાંભળવાવાળું કોઈ કેમ નથી ?
૪૦ દિવસથી આ દિકરીઓ ભારત દેશની રાજધાની દિલ્હીની ખાતે ન્યાય માટે જંતરમંતર ઉપર બેસી પરંતુ દેશના પ્રધાનમંત્રી કે એમના એકપણ મંત્રીએ ત્યાં જવાની તસ્દી સુધ્ધા લીધી નહી. ૨૮ મેના રોજ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલી દીકરીઓને દિલ્હી પોલીસે માર માર્યો, પીછો કર્યો અને અટકાયતમાં લીધી અને વડાપ્રધાન તે સમયે એક ઘરનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા જ્યાં લોકશાહી સિવાય બધું જ છે. દીકરીઓના ગુનેગાર એ ગૃહમાં હાજર હતા અને દેશની દીકરીઓને પોલીસ ખેંચી રહી હતી… આનાથી વધુ શરમજનક વાત શું હોઈ શકે.
જ્યારે દેશની દીકરીઓને રસ્તા પર ખેંચવામાં આવી રહી હતી ત્યારે મોદીજીના IT સેલના લોકો તેમને બદનામ કરવા માટે તેમના ખોટા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા હતા. એક તરફ નવા સંસદભવનમાં પીએમ મોદી લોકશાહી માટે, મહિલાઓની ગરિમાની બૂમો પાડી રહ્યા હતા, તો બીજી તરફ થોડાક જ કિલોમીટર દૂર અમિત શાહની દિલ્હી પોલીસ દીકરીઓના શાંતિપૂર્ણ આંદોલનને બુટ નીચે કચડી રહી હતી. મોદીજી અને તેમના મંત્રીઓ મહિલાઓના મુદ્દે મોટી મોટી વાતો કરે છે, પરંતુ સત્ય એ છે કે મોદી કેબિનેટમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની મૂક પ્રેક્ષક બની ગયા છે, શું આ તેમના મંત્રાલયનો મુદ્દો નથી? 35 દિવસ પછી પણ જ્યારે તેવો સવાલનો જવાબ આપવા સામે આવ્યાં ત્યારે તેમણે ફરીથી સુપ્રીમ કોર્ટની આડમાં પોતાના ખોટા નિર્ણયોને બચાવવાનો પ્રયાસ કર્યો… સ્મૃતિજી મંત્રી બનતા પહેલા જ મોંઘવારી, મહિલાઓની સુરક્ષા, બેરોજગારી જેવા મુદ્દાઓ પર જ્ઞાન આપતા હતા અને આજે મંત્રી બન્યા બાદ હવે હરખસુધ્ધા ઉચ્ચાર કરતા નથી.
બીજી તરફ, આપણે બધાએ મોદી સરકારના વધુ એક મહિલા મંત્રીને દિલ્હીની સડકો પર દોડતા જોયા હશે, જ્યારે કુસ્તીબાજ દીકરીઓ પર સવાલો પૂછવામાં આવ્યા તો મીનાક્ષી લેખીજીએ એવી સ્પીડ પકડી કે જાણે તે મેરેથોન દોડી રહ્યાં હોય…. એક મહિલા હોવા છતાં તે દેશની દીકરીઓ સાથે ઉભી રહી શકતી નથી તેથી આવા મંત્રીઓ હોવાનો શું ફાયદો… પોતાને વિશ્વગુરુ કહેતા મોદીજીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે…. ૧૭૬ દેશોના વર્લ્ડ રેસલિંગ ફેડરેશને પણ ભારતને બરતરફીનું અલ્ટીમેટમ આપ્યું છે… વિચારો, જ્યારે મોદી શાસનમાં દેશની બહાદુર દીકરીઓ ગંગા નદીમાં તેમના ચંદ્રકો તરતા મૂકવાની સમસ્યાનો સામનો કરી રહી છે, ત્યારે તેનો સ્પષ્ટ અર્થ એ છે કે દીકરીઓને ન્યાય આપનાર કોઈ નથી. આવી સ્થિતિમાં દેશની સામાન્ય બહેન-દીકરીઓનું કોણ સાંભળશે. જનતા હવે કહી રહી છે કે મોદી સરકારનો આ જુલમ અને ઘમંડ તેમની સત્તાનું પરિણામ છે. મોદીજી, ચરમસીમાનો અંત આવ્યો. જનતા હવે તમારી સરકારમાં અત્યાચારોથી પરેશાન અને વ્યથિત છે…… આખો દેશ અને કોંગ્રેસ પાર્ટી આજે મોદીજી અને તેમના મંત્રીઓને અનેક સવાલો કરે છે.
શું આપણી સરકાર અને આપણા વડાપ્રધાન એટલા નબળા છે કે તેઓ સંસદસભ્ય સમક્ષ ઝૂકી ગયા છે? આખી દુનિયામાં દેશનું નામ રોશન કરનાર દીકરીઓએ મેડલ જીત્યા; સરકાર આજે એ દીકરીઓને તોફાની સાબિત કરવા કેમ મંડાયેલી છે? બ્રિજભૂષણ શરણ સિંહનું રાજીનામું હજુ સુધી કેમ નથી માંગવામાં નથી આવ્યું? શું નવા ભારતમાં સત્યનું સમર્થન કરવું એ ગુનો છે? મહિલા કોંગ્રેસ સહિત સમગ્ર દેશ આપણા દેશની દીકરીઓની સાથે છે અને ભવિષ્યમાં પણ ઊભા રહીશું – અમારી બે સૌથી મહત્ત્વની માગણીઓ છે. બ્રિજભૂષણસિંહની ધરપકડ કરવામાં આવે અને ફેડરેશનમાંથી બરખાસ્ત કરવામાં આવે.
વડાપ્રધાન મોદી અને અમિત શાહે તેમને બચાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. બ્રિજ ભૂષણ સિંહની ધરપકડ કરવી જોઈએ અને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવી જોઈએ. મોદીજી, દીકરીઓને ન્યાય આપવાનો હજુ સમય છે કારણ કે હવે આ લડાઈ છે. દેશની દરેક દીકરીના સન્માનની લડાઈ બની ગઈ છે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત આ પત્રકાર વાર્તામાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી કામીનીબેન સોની, મહામંત્રીશ્રી ઝીલબેન શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments