fbpx
ગુજરાત

દેશમાં અમીર વધુ અમીર થઈ રહ્યા છે અને સરકારો વધારે ગરીબ

દેશના ટોપના એક ટકા લોકો દેશની કુલ આવકના ૨૨ ટકા હિસ્સો ધરાવે છે જ્યારે દેશના ટોપના ૧૦ ટકા લોકો દેશની આવકમાં ૫૭ ટકા હિસ્સો ધરાવે છે. દેશના બાકી ૫૦ ટકા લોકોનો હિસ્સો ઘટીને ૧૩ ટકા થઇ ગયો છે. રિપોર્ટ પ્રમાણે, દેશમાં પરિવારોની સરેરાશ સંપત્તિ રૂ. ૯.૮૩ લાખ છે. ઓછી આવક ધરાવતા દેશનો ૫૦ ટકા હિસ્સો માત્ર રૂ. ૬૬૨૮૦ની સંપત્તિ ધરાવે છે. મધ્યમ વર્ગની સરેરાશ સંપત્તિ રૂ. ૭.૨૩ લાખ છે. દેશના ટોપના ૧૦ ટકા લોકોની સરેરાશ સંપત્તિ રૂ. ૬૩.૫૪ લાખ છે જ્યારે ટોપના એક ટકાની સરેરાશ સંપત્તિ રૂ. ૩.૨૪ કરોડ છે. દુનિયામાં યુરોપમાં સૌથી ઓછી અસમાનતા ધરાવે છે. જ્યારે મિડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકામાં સૌથી વધારે અસમાનતા છે. યુરોપમાં ટોપ ૧૦ ટકા કુલ આવકના ૩૬ ટકા આવક ધરાવે છે જ્યારે મિડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકામાં ટોપ ૧૦ ટકો લોકો કુલ આવકના ૫૮ ટકા આવક ધરાવે છે. દુનિયામાં ૪૬૫ કરોડ લોકો એવા છે જેમની સંપત્તિ ૭.૫૦ કરોડથી વધારે છે. ૯ લોકો એવા છે જેમની સંપત્તિ ૭.૫૦ લાખ કરોડથી પણ વધારે છે.ભારત એક ગરીબ અને અસમાન દેશ છે. દેશની કુલ આવકનો પાંચમો ભાગ દેશની માત્ર ૧ ટકા વસતી પાસે છે.

આ એક ટકા વસતી દેશની સૌથી અમીર વસતી છે. દેશની અડધોઅડધ વસતી દેશની કુલ આવકનો માત્ર ૧૩ ટકા જ હિસ્સો ધરાવે છે. ‘વર્લ્‌ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ ૨૦૨૨’માં આ વિગતો બહાર આવી છે. દુનિયાના સૌથી વધારે અસમાનતા ધરાવતા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, દેશના પુખ્ત વ્યક્તિઓમાં સરેરાશ આવક રૂ. ૨.૦૪ લાખ છે જ્યારે દેશમાં ઓછી આવક ધરાવતી ૫૦ ટકા …અનુસંધાન પાના નં. ૯ વસતીની સરેરાશ આવક રૂ. ૫૩૬૧૦ છે. દેશના ટોપના ૧૦ ટકા લોકોની આવક ૨૦ ગણી એટલે કે રૂ. ૧૧૬૬૫૨૦ છે. રિપોર્ટ પ્રમાણે, કોવિડ મહામારીના કારણે અતિશ્રીમંત અને અન્ય વસતીમાં અસમાનતાના પ્રમાણમાં વધારો જાેવા મળી રહ્યો છે. દુનિયામાં કુલ આવકના ૫૨ ટકા આવક ટોપના ૧૦ ટકા શ્રીમંતો લઇ જાય છે. ૩૯ ટકા હિસ્સો મધ્યમવર્ગને જ્યા માત્ર ૮.૫ ટકા નીચેના ૫૦ ટકાને જાય છે.

સંપત્તિ મામલે દુનિયાની કુલ સંપત્તિનો ૭૬ ટકા હિસ્સો ૧૦ ટકા ટોપ ૧૦ પાસે છે. ૨૨ ટકા મધ્યમ વગ્ર પાસે જ્યારે ૨ ટકા જ નીચેના ૫૦ ટકા પાસે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં નીચેના ૫૦ ટકા વસતી સતત ગરીબ જ થતી જાય છે જ્યારે અમીર વધારે અમીર જ થઇ રહ્યો છે. રિપોર્ટમાં એક મહત્વની બાબત પર ભાર મુકવામાં આવ્યો છે કે દેશો વધારે વધારે અમીર થઇ રહ્યા છે પણ સરકારો વધારેને વધારે ગરીબ થતી જાય છે. દેશની કુલ સંપત્તિમાં ખાનગી સંપત્તિનો હિસ્સો સતત વધી રહ્યો છે.

Follow Me:

Related Posts