દેશમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૯૬૨ કેસ નોંધાયા, ૨૨ લોકોના થયા મોત
ભારતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાવાયરસ ચેપના ૩,૯૬૨ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન ૭,૮૭૩ લોકો ચેપ મુક્ત થયા છે. દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા હવે ૪૦ હજારથી ઘટીને ૩૬,૨૪૪ થઈ ગઈ છે. અગાઉ બુધવારે ૩,૭૨૦ અને મંગળવારે ૩,૩૨૫ નવા કોરોના દર્દીઓ નોંધાયા હતા. બીજી તરફ, સોમવારે નવા દર્દીઓની સંખ્યા ૪,૦૦૦ થી વધુ હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ૧,૮૨,૨૯૪ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. બુધવારે સક્રિય કેસની સંખ્યા ૪૦,૧૭૭ હતી. આજે સવારે ૮ વાગ્યા સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ કોરોના સંક્રમિતોના મોત થયા છે. દેશમાં સતત ૧૧ દિવસથી એક્ટિવ કેસ ઘટી રહ્યા છે અને ૨૪ દિવસ પછી એક્ટિવ કેસની સંખ્યા ૪૦,૦૦૦થી નીચે આવી ગઈ છે. આ પહેલા ૧૦ એપ્રિલ ૨૦૨૩ના રોજ દેશમાં ૩૭૦૯૩ એક્ટિવ કેસ હતા. ત્યારથી સતત ૪૦૦૦૦ થી વધુ સક્રિય કેસ હતા. દેશમાં કોરોના રિકવરી રેટ ૯૮.૭૩% છે. ડેઇલી પોઝિટિવિટી રેટ ૨.૧૭% અને વીકલી પોઝીટીવીટી રેટ ૩.૧૩% છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩,૯૭૨ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી ૨,૦૫૮ કેસ માત્ર ૫ રાજ્યોના છે. એટલે કે દેશમાં મળી આવેલા કુલ કોરોના કેસમાંથી ૫૧% આ ૫ રાજ્યોના છે. કેરળમાં, ૨૪ કલાક દરમિયાન ૮૫૦ નવા કેસ મળી આવ્યા અને ૧,૬૧૨ લોકો સાજા થયા, જ્યારે ૮ લોકોના મોત થયા. રાજ્યમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા ૮,૨૪૪ છે. ઉત્તર પ્રદેશમાં ૨૪ કલાકમાં ૩૩૭ નવા કેસ નોંધાયા છે અને ૬૧૨ લોકો સાજા થયા છે. અહીં ૧ વ્યક્તિનું મોત થયું છે. હાલમાં યુપીમાં ૨૧૦૨ સક્રિય કેસ છે. ઓડિશામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૦૦ નવા કોરોના સંક્રમિત નોંધાયા છે, જ્યારે ૫૧૧ લોકો ચેપ મુક્ત થયા છે. અહીં ૪,૧૫૮ સક્રિય કેસ છે. દરમિયાન, મહારાષ્ટ્રમાં ૨૯૯ નવા કેસ મળી આવ્યા, ૧નું મોત. જ્યારે ૭૭૦ લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. અહીં ૨,૮૭૯ એક્ટિવ કેસ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ૨૭૨ નવા કેસ મળ્યા, ૧ વ્યક્તિનું મોત થયું છે અને ૬૮૮ લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. અહીં ૧,૯૭૧ એક્ટિવ કેસ છે.
Recent Comments