દેશમાં ગરીબોની સંખ્યામાં ઘટાડો : નીતિ આયોગના રિપોર્ટમાં ખુલાસો
૧૩.૫ કરોડથી વધુ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. આ ઉપરાંત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા બે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (દ્ગહ્લૐજી) ના પાંચ વર્ષના ગાળામાં ગરીબોની સંખ્યામાં ૧૪.૯૬ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૫- ૧૬ અને ૨૦૧૯-૨૧ ની વચ્ચે દેશમાં બહુપરીમાણીય ગરીબીમાં જીવતા લોકોની સંખ્યા ૨૪.૮૫% થી ઘટીને ૧૪.૯૬% થઈ ગઈ છે એટલે કે ૯.૮૯% જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સરકારની યોજના શું છે?.. તે જાણો.. સોમવાર, ૧૭ જુલાઈ, ૨૦૨૩ ના રોજ નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ રાષ્ટ્રીય બહુપરીમાણીય ગરીબી સૂચકાંકમાં આ ખુલાસો કરવામાં આવ્યો હતો. ભારત ૨૦૩૦ સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હાંસલ કરવાના માર્ગ પર છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતાં નીતિ આયોગના ઝ્રઈર્ં, મ્.ફ.ઇ. સુબ્રમણ્યમે કહ્યું કે, ૫ વર્ષમાં ૧૩.૫ કરોડ લોકોને બહુઆયામી ગરીબીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ભારત નિર્ધારિત સમય કરતાં ઘણું આગળ ૨૦૩૦ સુધીમાં ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે અહેવાલ દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી ૩૨.૫૯ ટકાથી ઘટીને ૧૯.૨૮ ટકા થઈ ગઈ છે.
ઉત્તર પ્રદેશમાં ૩.૪૩ કરોડ લોકો સાથે ગરીબોની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે ત્યારબાદ બિહાર અને મધ્ય પ્રદેશનો નંબર આવે છે. ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ૭૦૭ વહીવટી જિલ્લાઓ માટે બહુપરિમાણીય ગરીબીના અંદાજાે પૂરા પાડતા, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બહુપરિમાણીય ગરીબોના પ્રમાણમાં મોટો ઘટાડો ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનમાં જાેવા મળ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પોષણ, શાળાના વર્ષો, સ્વચ્છતા અને રસોઈના બળતણમાં સુધારાએ ગરીબી ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક એ આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણ પર આધારિત ગરીબીને વ્યાખ્યાયિત કરતું સંયુક્ત માપ છે અને રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ગરીબીનો અંદાજ કાઢે છે, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે સુધારણા યોજનાઓને આકાર આપે છે. રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણના ત્રણ સમાન ભારણવાળા પરિમાણોમાં એક સાથે વંચિતતાને માપે છે – જે ૧૨ જીડ્ઢય્-સંરેખિત સૂચકાંકો દ્વારા રજૂ થાય છે. આમાં પોષણ, બાળ અને કિશોર મૃત્યુદર, માતાનું આરોગ્ય, શાળાના વર્ષો, શાળામાં હાજરી, રાંધણગેસ, સ્વચ્છતા, પીવાનું પાણી, વીજળી, આવાસ, સંપત્તિ અને બેંક ખાતાઓનો સમાવેશ થાય છે, આ બધામાં નોંધપાત્ર સુધારો જાેવા મળ્યો છે.
Recent Comments