એડીઆર દ્વારા ૨૦૨૪ની ચૂંટણીમાં લડી રહેલા ૮,૩૩૭ ઉમેદવારો દ્વારા આપવામાં આવેલી ચૂંટણી પહેલાની એફિડેવિટ્સનું વિશ્લેષણ કરીને ઘણી માહિતી આપીએસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઈલેક્શન વોચ દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ૨૦૦૯ થી ૨૦૨૪ સુધીમાં લોકસભા ચૂંટણી લડનારા રાજકીય પક્ષોની સંખ્યામાં ૧૦૪ ટકાનો વધારો થયો છે. એડીઆર દ્વારા ૨૦૨૪ની ચૂંટણીમાં લડી રહેલા ૮,૩૩૭ ઉમેદવારો દ્વારા આપવામાં આવેલી ચૂંટણી પહેલાની એફિડેવિટ્સનું વિશ્લેષણ કરીને ઘણી માહિતી આપી છે.
આ વર્ષે ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) મહિલા ઉમેદવારોને તક આપવાના મામલે મુખ્ય પક્ષોમાં સૌથી આગળ છે. ભાજપના ૪૪૦ ઉમેદવારોમાંથી ૬૯ મહિલાઓ છે. આ તેના કુલ ઉમેદવારોના ૧૬ ટકા છે. જ્યારે કોંગ્રેસ ૩૨૭ ઉમેદવારોમાંથી ૪૧ મહિલાઓ (૧૩ ટકા) સાથે બીજા સ્થાને છેમહિલાઓને આપી તકતુલનાત્મક રીતે, આ બાબતમાં નાના પક્ષોનું પ્રદર્શન મુખ્ય પક્ષો કરતાં સારું જોવા મળ્યું હતું. તમિલનાડુ કચ્છી દળના ૪૦ ઉમેદવારોમાંથી ૨૦ મહિલા છે. જ્યારે લોક જનશક્તિ પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પાસે ૪૦ ટકા મહિલા ઉમેદવારો છે.
ફરીથી ચૂંટણી લડનારા ઉમેદવારોની સંપત્તિમાં ૪૩ ટકાનો વધારો થયો છે. એડીઆર રિપોર્ટ મુજબ આ લોકસભા ચૂંટણીમાં ફરીથી લડી રહેલા ૩૨૪ સાંસદોની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ ૪૩ ટકાનો વધારો થયો છે. ૨૦૧૯ માં, આ સાંસદોની સરેરાશ સંપત્તિ લગભગ ૨૧.૫૫ કરોડ રૂપિયા હતી, જ્યારે વર્તમાન ચૂંટણીમાં સરેરાશ સંપત્તિ વધીને ૩૦.૮૮ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૯.૩૩ કરોડનો વધારો દર્શાવે છે.
એડીઆર મુજબ, ૮,૩૬૦ ઉમેદવારોમાંથી સૌથી વધુ હિસ્સો અપક્ષ ઉમેદવારો (૩,૯૧૫)નો છે. આ પછી, રજિસ્ટર્ડ અપ્રમાણિત પક્ષોમાંથી ૨,૫૮૦ ઉમેદવારો મેદાનમાં છે. ૧,૩૩૩ ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષોમાંથી જ્યારે ૫૩૨ ઉમેદવારો રાજ્ય પક્ષોમાંથી ચૂંટણી લડી રહ્યા છે.
ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના મોટા વર્ગ સામે ફોજદારી કેસ પેન્ડિંગ છે. ભાજપના ૪૪૦ ઉમેદવારોમાંથી ૧૯૧ ઉમેદવારોએ તેમની સામે ફોજદારી કેસ નોંધ્યા હોવાનું જાહેર કર્યું છે. જ્યારે કોંગ્રેસના ૩૨૭ ઉમેદવારોમાંથી ૧૪૩ (૪૪ ટકા) પર ફોજદારી કેસ જાહેર થયા છે. સમાજવાદી પાર્ટીના કુલ ૭૧ ઉમેદવારોમાંથી ૪૦ પર ફોજદારી કેસ ચાલી રહ્યા છે. સીપીઆઈના ૫૨ ઉમેદવારોમાંથી ૩૩એ ફોજદારી કેસ જાહેર કર્યા છે. તૃણમૂલ કોંગ્રેસના ૪૮માંથી ૨૦ ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે.
છેલ્લા ૧૫ વર્ષમાં લોકસભાની ચૂંટણી લડતી મહિલા ઉમેદવારોની સંખ્યામાં સતત વધારો થયો છે. કુલ ઉમેદવારોમાં મહિલા ઉમેદવારોનો હિસ્સો ૨૦૦૯માં સાત ટકાથી વધીને ૨૦૨૪માં ૯.૬ ટકા થયો છે. આ વર્ષે ૮,૩૩૭ ઉમેદવારોમાંથી ૭૯૭ મહિલા ઉમેદવારો મેદાનમાં છે.
Recent Comments