ધનતેરસના દિવસે ભારતીય શેરબજારમાં નરમી, ઈતિહાસમાં પ્રથમવાર રવિવારે શેરમાર્કેટ ખુલશે
કાલે ૧૦ નવેમ્બરને શુક્રવારે ધનતેરસના દિવસે શેરબજારમાં નરમી જાેવા મળી છે. સેન્સેક્સ આજે ૬૫૦૦૦ પોઈન્ટને નીચે જાેવા મળ્યો, ત્યારે બીજી તરફ નિફ્ટીમાં પણ કોઈ મોટો ફેરફાર જાેવા મળ્યો નથી. ત્યારે હવે કાલે શનિવાર હોવાના કારણે શેરમાર્કેટ બંધ રહેશે અને ઈતિહાસમાં પ્રથમવાર રવિવારે શેરમાર્કેટ ખુલશે. હા, આજે રવિવાર ૧૨ નવેમ્બરે દિવાળી હોવાના કારણે તે દિવસે મુહૂર્ત ટ્રેડિંગ માટે શેરબજાર ખુલશે.. જાે મુહૂર્ત ટ્રેડિંગના સમયની વાત કરીએ તો ૧૨મી નવેમ્બરે રવિવારના દિવસે સાંજે ૬.૧૫ વાગ્યે માર્કેટ ખુલશે અને ૧ કલાક સુધી માર્કેટ ઓપન રહેશે. આ દરમિયાન રોકાણકારો મુહૂર્ત ટ્રેડિંગમાં શેરની લે-વેચ કરશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રોકાણકારોએ મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન મોટી આવક મેળવી હતી.
રવિવારે મુહૂર્ત ટ્રેડિંગ થયા બાદ ૧૫ નવેમ્બરથી માર્કેટ સામાન્ય રીતે શરૂ થઈ જશે. કારણ કે ૧૪ નવેમ્બર બેસતુવર્ષ હોવાના કારણે પણ શેરમાર્કેટ રોકાણકારો માટે બંધ રહેશે.. આજે માર્કેટ સામાન્ય રહ્યું હતું પણ છેલ્લા ૧ કલાક દરમિયાન રોકાણકારોએ ૬૦૦૦૦ કરોડની કમાણી કરી લીધી છે. આજે સેન્સેક્સ ૦.૧૧ ટકાના ઉછાળા સાથે ૬૪,૯૦૪.૬૮ પર અને નિફ્ટી ૫૦ પણ ૦.૧૫ ટકા વધીને ૧૯,૪૨૫.૩૫ પર બંધ થયો છે. આજે ૩૮૨૦ શેરોનું ટ્રેડિંગ થયુ જેમાં ૧૯૧૮ શેરમાં તેજી જાેવા મળી અને ૧૭૬૭માં ઘટાડો જાેવા મળ્યો છે, ત્યારે ૧૩૫ શેરમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારે ૨૨૭ શેરોએ ૫૨ વીક હાઈ પહોંચ્યા છે. આ સાથે જ ૧૩ શેર પર અપર સર્કિટ લાગી છે અને ૯ શેર લોઅર સર્કિટ પર આવી ગયા છે.
Recent Comments