ધામિૅક સ્થળોને જોડતી અતિમહત્વની સોમનાથ – હરિદ્વાર સુપરફાસ્ટ ટ્રેનને મંજુરી આપવા
ધામિૅક સ્થળોને જોડતી અતિ મહત્વની સોમનાથ–હરિદ્વાર સુપરફાસ્ટ ટ્રેન ચલાવવાની મંજુરી આપવા બાબતે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળ અને જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ કેન્દ્રીય રેલ રાજય મંત્રી શ્રીમતિ દશૅનાબેન જરદોશને તા. ૦૮/૦૮/ર૦રર ના રોજ લેખિત રજૂઆત કરેલ છે.
ત્રણેય સંસદ સદસ્યશ્રીઓ તરફથી કરવામાં આવેલ રજૂઆત મુજબ અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જી૬ત્સિલા માંથી હરીદ્વાર જતા–આવતા શ્રધ્ધાળુઓની સંખ્યા ખુબ જ વધુ છે. પરંતુ સોમનાથ થી હરિદ્વાર સુધીની એકપણ ડાયરેકટ ટ્રેનની સુવિધા ઉપલબ્ધ ન હોવાને લીધે શ્રધ્ધાળુઓને કાં તો ફરી ફરીને લાંબી યાત્રા કરવી પડે છે અથવા તો ખાનગીવાહનોમાં ઉચા ભાડે યાત્રા કરવી પડે છે.
જેના લીધે યાત્રાળુઓને સમય અને નાણાંના વ્યયની સાથે સાથે ખુબ જ મુશ્કેલીઓ પણ વેઠવી પડે છે. જો સોમનાથ થી હરીદ્વાર (વાયા : જૂનાગઢ, જેતલસર, ઢસા, અમદાવાદ) ડાયરેકટ સુપરફાસ્ટ ટ્રેન ચલાવવામાં આવે તો આ ટ્રેન ઘણા મહત્વના ધામિૅક સ્થળોને જોડતી મહત્વપૂણૅ ટ્રેન સાબીત થશે. સાંસદશ્રીઓએ રજુઆતમાં વધુમાં જણાવેલ હતુ કે, દેશમાં બાર જયોતિલીૅંગ પૈકી એક મહત્વપૂણૅ જયોતિલીૅંગ સોમનાથ છે.
જો અહીંથી હરીદ્વાર સુધીની ડાયરેકટ ટ્રેન ચલાવવામાં આવે તો અમરેલી, જૂનાગઢ અને ભાવનગર જી૬ત્સિલાની અંદાજિત ૭૪ લાખથી પણ વધુ જનઆબાદીને આ ટ્રેનનો લાભ મળશે અને રે૬ત્સિવે વિભાગના રાજસ્વમાં વધારો થશે.
Recent Comments