ધારીના જીરામાં દીપડાએ 1 વર્ષની બાળાને ફાડી ખાધીહતી. જીરા ગામની રોડ કાંઠાની વાડીમાં ખેત મજૂરની માત્ર 1 વર્ષની બાળકીને ખુખાર દીપડાએ ફાડી ખાધી હતી. મધ્યરાત્રિએ વાડીમાં સુતેલ બાળકીને દિપડો ઉઠાવીને લઈ ગયો હતો.
આદિવાસી ખેત મજૂરની મૃત બાળાના અવશેષો જ હાથ આવ્યા. આ આદમખોર દીપડાને પકડવા વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે. દીપડાનું સ્કેનિંગ કરીને પકડવાની વનવિભાગની કવાયત શરૂ થઈ હતી. સિંહણના આંતક બાદ દીપડાનો આંતક આવ્યો સામે આવ્યો છે ગીરના ગામડાઓમાં ફફડાટ જોવા મળ્યો છે. મૃત બાળકીનું નામ-ગંગા સચીનભાઈ વસુનીયા (ઉ.વ.1) હતું.
Recent Comments