ધારી/ દુધાળા:- તરવડા ફોરવ્હીલ ચાલકનુ દુધાળા નજીક અકસ્માત… કારચાલક નુ મોત
મુળ અમરેલી નજીકના તરવડા ગામના જગદીશ ભાઈ પ્રફુલભાઈ ઠુમ્મર નામના ફોરવ્હીલ ચાલક પોતાની કાર લયને અમરેલી થી દુધાળા નજીક પોતાના ફાર્મહાઉસ ખાતે જય રહેલ હતો.પુરપાટ ઝડપે ગાડી ચલાવી રહેલ ફોરવ્હીલ ચાલકે એકાએક સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમવતા કાર દુધાળાથી બોરડીના પાટીયા વચ્ચે ગોથાઓ ખાય ગયેલી હતી. અકસ્માત ની જાણથતા દુધાળા ગામના લોકોએ તાબડતોબ સારવાર અર્થે ધારીખાતેની સિવિલ હોસ્પિટલમાં ખસેડેલા હતા અને આ સમયગાળા દરમિયાન તબિયત વધુ લથડતા અમરેલી દવાખાને વધુ સારવાર માટે રીફર આવેલ હતો.જયા પ્રાથમિક સારવાર દરમિયાન યુવાનનુ મોત નીપજેલ છે તેવુ જાણવા મળેલ છે.ફોરવ્હીલ કારમાં મૂતક જગદીશભાઈ એકજ સવાર હતા અને તેઓ પોતેજ ગાડી ચલાવી રહેલ હોય તેવુ ધટનાસ્થળે હાજર લોકો પાસેથી જાણવા મળેલ છે
Recent Comments