અમરેલી

સાવરકુંડલા-લીલીયા વિધાનસભા ના ધારાસભ્ય મહેશભાઇ કસવાળા ના અટલ ધારા કાર્યાલય ખાતે આયુષ્યમાન કાર્ડ અને આવકના દાખલા અંગેનો કેમ્પ યોજવામાં આવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 73 માં જન્મદિવસ ને સેવા પખવાડિયા તરીકે ઉજવવાના કાર્યક્રમના ભાગરૂપે સાવરકુંડલા-લીલીયા વિધાનસભા ના ધારાસભ્ય મહેશભાઇ કસવાળાના અટલ ધારા કાર્યાલય ખાતે આયુષ્યમાન કાર્ડ અને આવકના દાખલા અંગેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. સાવરકુંડલા-લીલીયા વિસ્તારના  છેવાડા ના ગામડામાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા.

સાવરકુંડલા ના મામલતદાર, ડી.વાય.એસ.પી., ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય સંત ભક્તિ બાપુના વરદ હસ્તે કરીને કેન્દ્ર સરકારની પરિવારને નિશ્ચિત કરી આપતી આયુષ્યમાન કાર્ડની યોજના નો લાભ છેવાડા વ્યક્તિ સુધી પહોંચે તેવા ધ્યેયને સાર્થક કરવાના મજબૂત ઇરાદા અને વિચરતી અને પછાત જાતિના અમુક વ્યક્તિ ના રેશનિંગ કાર્ડ, આવકના દાખલાઓ, જન્મના દાખલો નથી માત્ર આધારકાર્ડ છે એવા વ્યક્તિઓ માટે પણ અમરેલી કલેકટર જોડે ચર્ચા વિચારણા કરીને ભારતીય નાગરિક હોવા છતાં સાવ પછાત અને વિચરતી જાતિ ના વ્યક્તિઓ પ્રત્યે દરેક સરકારી લાભ મળી રહે તેવું ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ જણાવ્યું હતું. સાંસદ નારણભાઈ કાછડીયા અને મહેશભાઈ કસવાળા ધારાસભ્ય તરીકે આવા માનવ સેવા ના પ્રયાસોને તમામ વિધાનસભા માં કરવા જોઈએ તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

સાથે આજ સુધી આ વિસ્તારના આયુષ્યમાન કાર્ડ થી વંચિત લોકોને લાભ લેવા આગ્રહ કર્યો હતો. આ આયુષ્યમાન કાર્ડ અને આવકના દાખલા અંગેના કેમ્પ બે દિવસ સુધી રહેશે. શહેર સાથે દરેક છેવાડાના ગામડાના વ્યક્તિઓ ઘર બેઠા ગંગા સમાન આ કેમ્પનો લાભ લે તેવો અનુરોધ અટલ ધારા કાર્યાલય ખાતે થી કરવામાં આવ્યો હતો.

Related Posts