ધોમ ધખતો બળ બળતો ઉનાળો ને પાછો મધ્યાહનનાં સૂરજ અને લાચાર પરિવાર
બરાબર બપોરનાં બે વાગ્યા હતા. ક્યાંય એકપણ દિશામાં કે શેરી કે રોડ રસ્તા ઉપર ક્યાંય એક પણ જીવ નજરે ચડતો નહોતો. પશુ કે પંખી પણ નહિ. એવા કાળઝાળ ૪૫ ડિગ્રીનાં તાપમાં, ચારે તરફ નકરી લું જ વાય છે. એવા સમયે એક ઝાડ નીચે નજર પડી તો એક દંપતિ અને પોતાનું નાનું બાળક, રેકડી એકબાજુ રાખી, બપોરની મીઠી ઊંઘ માણી રહ્યા હતા. ન હતો પંખો કે ન હતું કૂલર કે ન હતું એર કન્ડીશન કે નહોતું માથે છાપરું…!! છતાં કોઈપણ પ્રકારની ફરિયાદ કે અફસોસ વગર મજાથી આરામ કરી રહ્યા હતા. જૂના કપડાં ને બદલે નવા વાસણ આપતો આ નાનો પરિવાર કાયમ માટે… કોઈપણ ઋતુ હોય વહેલી સવારે બપોરનું ટિફિન ભરીને સાથે પોતાના ત્રણ વર્ષના પુત્રને લઈને ગામડે ગામડે પેટિયું રળવા રખડ્યા કરે. જે કંઈ મળે તેમાંથી ગુજરાન ચલાવે. ફોટો લેતી વખતે દંપતિ જબકી ને જાગી ગયું ત્યારે બાળકના શિક્ષણ બાબતે પૂછતા એવો જવાબ મળ્યો કે, સાહેબ, અમે તો આ ગામ થી સામે ગામ
રઝળપાટ કરતા હોઈએ ત્યારે ક્યાંથી આ બધો મેળ પડે..?! આપણા સમાજમાં બે વર્ગો વચ્ચે આટલી મોટી ખાઈ છે, જેને કારણે નથી તેની પાસે પાયાની પ્રાથમિક જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ નથી..!
જ્યારે એક વર્ગ અતિ ધનિક છે જેની પાસે જરૂરિયાત કરતાં પણ અનેક ગણું વધારે છે કે તેની સાત પેઢીઓ સુધી ખૂટે તેમ નથી. અને છતાં એ.સી.રૂમમાં પડખા ફર્યા કરે, ઊંઘ આવતી નથી આવી અસમાનતા સામાન્ય રીતે ગુન્હાખોરીનો આંક વધારવાનું કારણ બનતી હોય છે.
Recent Comments