fbpx
અમરેલી

ધોરણ ૧ થી ૧૦ ના બાળકો માટે રંગોળી સ્પર્ધા ૧૧ હજાર નું ઈનામ

 ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરતું એવું ઉમદા કાર્ય *રંગોળીનો રંગ શિક્ષણ સાગર ને સંગ*  આ અભિયાન હેઠળ શિક્ષણ સાગર નામની વિદ્યાર્થીઓને ઉપયોગી ખાસ ઍપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેના દ્વારા તા.10/11થી તા.18/11 સુધી ધો.1થી 10માં અભ્યાસ કરતાં ગુજરાતના તમામ બાળકો માટે વિનામૂલ્યે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જે-તે વિદ્યાર્થીએ પોતાના ઘરના પટાંગણ કે અન્ય જાહેર સ્થળે રંગોળી દોરી રંગોળી  સાથે પોતાનો ફોટો શિક્ષણ સાગર એપ્લિકેશનમાં અપલોડ કરવાનો રહેશે. આ શિક્ષણ સાગર એપ્લિકેશન પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.*કાગળમાં દોરેલી રંગોળી માન્ય રહેશે નહીં.* આ રંગોળી સ્પર્ધાનું તા.27/11ના પરિણામ જાહેર થશે. જેમાં પ્રથમ નંબરે આવનાર બાળકને રૂ. 11 હજાર, બીજા નંબર આવનાર બાળકને 5 હજાર, ત્રીજા નંબરે આવનાર બાળકને 2500, રૂ. ચોથા નંબરે આવનાર બાળકને 1100 રૂ. અને પાંચમા નંબરે આવનાર બાળકને 500 રૂ. ઇનામ તેમજ જે શાળા માંથી સૌથી વધુ ચિત્રો અપલોડ થશે તે શાળા ને ૨૧૦૦ રૂપિયા ઈનામ આપી પ્રોત્સાહિત કરાશે. ગુજરાત કક્ષાની આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને ભાગ લેવા જણાવાયું છે.

Follow Me:

Related Posts