અમરેલી

ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે અભ્યાસની વિનામૂલ્યે તક

આગામી માર્ચ મહિનામાં લેવાના ધોરણ 10 અને 12 ની પરીક્ષા  માટેના પરીક્ષાર્થીઓને અભ્યાસ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.આલોક ચેરીટેબલના લાલજીભાઈ સોલંકી (શેત્રુંજીડેમ) દ્વારા જિલ્લામાં ત્રણ જગ્યાએ આ માટેના વિનામૂલ્યે વર્ગો ખોલવામાં આવ્યા છે. જેમાં આવા લાભાર્થીઓ આ શિક્ષણનો લાભ નિશુલ્ક રીતે લઈ શકે છે.

જેમાં જેમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ ખાતે સવારના 10 થી 4 વાગ્યા સુધી તથા આદર્શ સ્કૂલ પાલીતાણા ખાતે સમય 8 થી 11 સુધી જ્યારે મઢડા, તા.શિહોર ખાતે સાંજના 5 થી 8 વાગ્યા સુધી ધો 10 અને 12 ની પરીક્ષા આપવા ઈચ્છતા પરીક્ષાર્થીઓ વિનામૂલ્યે આ લાભ લઈ શકે છે.

નોંધનીય છે કે ગયા વર્ષે પણ વિનામૂલ્યે શિક્ષણની આ યોજનામાં 39 વિદ્યાર્થીઓ જોડાયા હતા જેમાંથી 29 વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી હતી અને ધોરણ 11 અને કોલેજ કક્ષાએ પ્રવેશ પણ મેળવ્યો હતો. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ 9428810332/9925421010 ઉપર સંપર્ક કરી શકે છે.

Related Posts